કાર્ડથી પેટ્રોલ પંપ પર ચૂકવણી અંગે કેન્દ્ર સરકારની મહત્વની સ્પષ્ટતા, જાણો શું કહ્યું કેન્દ્રીય પ્રધાને
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતું કે, ડિઝિટલ ટ્રાજેક્શન પર વધારાનો ચાર્જ ના ગ્રાહકો પર લાદવામાં આવશે ના પેટ્રોપ પંપ માલિકો પાસેથી વસૂલવામાં આવશે. ટૂંક સમયમાં આ મામલો ઉકેલી લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાને કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, ગ્રાહકો પાસેથી કોઇ પણ પ્રકારનો સરચાર્જ વસૂલવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ માલિકોને ચિંતા છે કે તેમની પાસેથી વસૂલવામાં આવશે પણ વિશ્વાસ રાખો કે તેમની પાસેથી પણ વસૂલવામાં આવશે નહીં.
વાસ્તવમાં બેન્કોએ પેટ્રોલ પંપ માલિકો પાસેથી ટ્રાજેક્શન ફિ વસૂલવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં પેટ્રોલ પંપ એસોસિયેશનનું કહેવું છે કે આવી સ્થિતિમાં તેઓ કાર્ડથી પેમેન્ટ કરશે નહીં.
નોંધનીય છે કે આ અગાઉ પેટ્રોલ પંપ ડિલર્સે જાહેરાત કરી હતી કે તેઓ બેન્કોના વિરોધમાં 9 જાન્યુઆરીથી કાર્ડથી પેમેન્ટ સ્વીકારશે નહી પરંતુ બાદમાં સરકારની દરમિયાનગીરી બાદ વિરોધપ્રદર્શન 13 જાન્યુઆરી સુધી મુલવતી રાખ્યું છે.
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ પંપો પર કાર્ડ ટ્રાજેક્શન પર બેન્કો દ્ધારા લેવામાં આવતા વધારાના ચાર્જ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને 13 જાન્યુઆરી સુધી મુલવતી રાખ્યું છે. તેવામાં કેન્દ્ર સરકારે વિશ્વાસ અપાવ્યો છે કે બેન્કો અને તેલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -