અડવાણીએ નહીં, મેં ભીડને બાબરી મસ્જિદ તોડવા ઉશ્કેરી હતી, જાણો કોણે કર્યો આ દાવો
પ્રતાપગઢથી ૧૨મી લોકસભાના સભ્ય રહેલા વેદાંતીએ કહ્યું હતું કે કારસેવકોએ તેમના આદેશ પર વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું હતું, 'મને મારા એ નિર્ણય અંગે કોઈ પસ્તાવો નથી. વિવાદિત માળખું તોડી પાડવા માટે મને જો ફાંસી પણ આપવામાં આવે તો કોઈ તકલીફ નથી.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે દિવસ પહેલાં જ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી સહિત ૧૩ લોકો વિરૂદ્ધ કેસ ચલાવવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે. રામ મંદિર જેવા સંવેદનશીલ મામલે ભાજપના પૂર્વ સાંસદનું આ નિવેદન ઘણું મહત્ત્વપૂર્ણ બની રહે છે.
જોકે, આ મામલે ભાજપ તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ હજારોની સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચી ગયા હતા. તેમણે સદીઓ જૂની બાબરી મસ્જિદ પર ચઢી જઈને તેને તોડી પાડી હતી.
નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ સાંસદ અને બાબરી મસ્જિદ ધ્વંસ મામલે આરોપી રામવિલાસ વેદાંતીએ શુક્રવારે દાવો કર્યો કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નહીં, પરંતુ તેમણે કારસેવકોને બાબરી મસ્જિદ તોડવા માટે ઉશ્કેર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -