મોદી સરકારના ક્યા પ્રધાને કહ્યુંઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેનાથી મને ફરક પડતો નથી.........
જયપુરઃ સતત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઇ રહેલા વધારાના કારણે સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે મોદી સરકારના એક મંત્રીએ વિચિત્ર નિવેદન આપ્યું છે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને કેન્દ્રિય સામાજિક ન્યાયમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી તેમને કોઇ પરેશાની થઇ રહી નથી કારણ કે તેઓ એક મંત્રી છે. મંત્રી અઠાવલેએ આ નિવેદન જયપુરમાં એક સમીક્ષા બેઠક બાદ આપ્યું હતું. આ બેઠક સામાજિક ન્યાય અને અધિકારીતા નિયામકની કચેરી અને વિશિષ્ટ અદાલતો નિયામકની કચેરીના અધિકારીઓ સાથે યોજાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઠાવલેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ રાજ્યોએ પણ આ માટે પ્રયત્નો કરવા જોઇએ. પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાજ્ય સરકારના પણ ટેક્સ હોય છે, કેન્દ્રના પણ ટેક્સ હોય છે. તેને ઓછા કરવા પર પેટ્રોલ-ડિઝલની કિંમતો ઘટી શકે છે.
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઇને સામાન્ય લોકોની પરેશાનીને લઇને જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવથી પરેશાન નથી કારણ કે હું મંત્રી છું. મારું મંત્રી પદ જશે તો હું જરૂર પરેશાન થઇ જઇશ. પ્રજા પરેશાન છે, તેને અમે સમજી શકીએ છીએ. કિંમતો ઓછી કરવાની જવાબદારી સરકારની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -