રાજ્યસભા ચૂંટણીમાં NOTAનો ઉપયોગ નહીં કરી શકાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: રાજ્યસભા ચૂંટણીમાં હવે NOTAના વિકલ્પનો ઉપયોગ નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, રાજ્યસભા ચૂંટણીમાં નોટા નો વિકલ્પ પાર્ટી વિરોધી ગતિવિધિઓને વધારો આપશે. તેનાથી લોકતંત્રની શુદ્ધતા પ્રભાવિત થશે. જેથી હવે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પનો ઉપયોગ નહીં કરી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે કોંગ્રેસની સાથે એનડીએ સરકારે પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પની જરૂર નથી. આ વિકલ્પ માત્ર લોકસભા અને વિધાનસભાની પ્રત્યેક ચૂંટણીમાં જ લાગુ પાડવો જોઇએ. રાજ્યસભામાં સીધી ચૂંટણી થાય છે જ્યાં આ વિકલ્પ રાખવો યોગ્ય નથી.
ગત વર્ષે ગુજરાતમાં થયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ નેતા શૈલેશ પરમારે અરજી કરીને નોટા વિકલ્પ રાખવા પર વિરોધ કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નીર્ણય આપ્યો હતો. કોંગ્રેસની સાથે એનડીએએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -