નોટબંધી બાદ ઘરેલુ હિંસામાં જોવા મળ્યો વધારો, મહિલાઓ પર અત્યાચારની ઘટના વધી
આ સમસ્યાને કારણે પણ અનેક પરિવારોમાં પણ ઝઘડા થયા હતા. આંકડાઓનુ વિશ્લેષણ કરતા જણાયુ છે કે, જે મહિલાઓનુ કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ તેમાંથી લગભગ પ૦ ટકા નોટબંધીને કારણે પોતાના પતિઓના હાથે હિંસાનો શિકાર થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અન્ય મામલામાં પતિએ ૧૩ વર્ષની પુત્રીના ઇન્સ્યુલીન ઇન્જેકશન માટે પત્નીને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો અને પત્નીને સાસરે મોકલી દીધી હતી. શિવાની કહ્યુ હતુ કે, અનેક મામલામાં તો પતિઓએ પૈસા પણ પરત નથી કર્યા. પતિએ ઘરમાં રસોડુ પણ ચાલવા દીધુ, બાળકો માટે ખાવાપીવાની ચીજો પણ ન લાવ્યા, રોજીંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે દુધ, શાકભાજી, ફળ વગેરે પણ ન લાવ્યા કારણ કે તેઓ બેંકમાંથી પૈસા ઉપાડી શકતા ન હતા.
સેન્ટરની કો-ઓર્ડીનેટર શિવાની સૈનીએ એક ર૭ વર્ષની મહિલાના કેસનુ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, ૯મી નવેમ્બરે જયારે તેના પતિને જાણ થઇ કે, તેની પાસે ૪પ૦૦ રૂપિયા છે તો તેણે સાત બાળકો સહિત તેણીને ઘરની બહાર કાઢી મુકી હતી. સૈનીના કહેવા મુજબ પીડિતા અને તેના પતિનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ. તેણે અમને સાંભળ્યા પણ વિચાર ન બદલ્યો. તેની પત્ની હજુ પણ પીયર છે.
પતિ અગાઉ પણ તેને હેરાન કરતો હતો. એક અન્ય મામલામાં વ્યકિતએ પત્નીને ડરાવી અને તેના ૧૦,૦૦૦માંથી ૮૦૦૦ રૂપિયા માંગી લીધા. તેણે કહ્યુ હતુ કે, ગેરકાયદેસર પૈસા રાખવા પર જેલ થઇ શકે છે. કેટલાક મામલામાં પતિઓએ પોતાની રોજીંદી કમાણીને ઘટાડી દીધી હતી.
પત્નીઓ અગાઉ પણ પૈસા બચાવતી હતી પરંતુ કદી સામે આવ્યુ ન હતુ. અચાનક નોટબંધીના નિર્ણય બાદ પત્નીઓ પતિઓની સામે અપરાધી બની ગઇ. નવેમ્બરમાં આ સેન્ટરના ટોલ ફ્રી નંબર ઉપર ૧ર૦૦ કોલ આવ્યા. જયારે એ પહેલા અહી દર મહિને પ૦૦ કોલ આવતા હતા. ૧ર૦૦ કોલમાંથી ર૩૦ને કાઉન્સેલીંગની જરૂર પડી હતી.
ભોપાલમાં દેશના સૌ પ્રથમ વનસ્ટોપ ક્રાઇસીસ સેન્ટરના જણાવ્યા પ્રમાણે જયારે પતિઓને જાણ થઇ કે તેમની પત્નીઓએ કહ્યાવગર પૈસા છુપાવ્યા છે તો તેઓ નારાજ થયા હતા. આ સેન્ટરના અધ્યક્ષ સારીકા સિંહાએ જણાવ્યુ છે કે, છુપા પૈસાની જાણ થતા પતિઓએ પત્નીઓને ધમકાવી, માર મારી અને જેલ જેવા અંજામ ભોગવવાની વાત જણાવીને પત્નીઓને ડરાવી પણ હતી કારણ કે પતિઓને લાગ્યુ હતુ કે, હવે અમારો અંકુશ સમાપ્ત થઇ ગયો છે.
નવી દિલ્હીઃ 8 નવેમ્બરે 500અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત બાદ ઘરેલુ હિંસાના કેસમાં અચાનક વૃદ્ધિ જોવા મળી છે. આનું કારણ હતું કે પતીને જાણકારી મળી કે તેઓની પત્ની તેમને કહ્યા વગર રૂપિયાની બચત કરતી હતી. આ વાત ભોપાલના વનસ્ટોપ ક્રાઇસીસ સેન્ટર દ્વારા ફરિયાદોનુ વિશ્લેષણ કર્યા બાદ જણાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -