રાજકારણમાં પરિવારવાદ, સામાન્ય માણસ માટે નથી જગ્યા, BJPના આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું, તેમને કહ્યું હતું કે, પ્રભાવશાળી પિતા કે દાદા વિના રાજકારણમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે. તેમને કહ્યું કે મારા નામ આગળ જો ગાંધી ના હોત તો હું બે-બે વાર સાંસદ ના બની શકતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરુણ ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આયોજિત ‘ભારત કે ભવિષ્ય કે રાસ્તેઃ અવસર ઔર ચૂનોતીયાં’ વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમને દુઃખ સાથે કહ્યું કે, કોઇપણ મહત્વપૂર્ણ ક્ષેત્ર આ ઘટનાથી વંચિત નથી રહ્યું.
તેમને કહ્યું કે, અમે રાજકારણમાં વધુ લોકો માટે કઇ રીતે દરવાજો ખોલી શકીએ? દરેક વ્યક્તિ જાણે છે કે રાજકારણમાં વંશવાદ ચાલી રહ્યો છે. દરેક રાજ્ય, જિલ્લા અને દેશમાં કેટલાક પરિવારો છે જે મહત્વપૂર્ણ છે આ દૂર્ભાગ્યપૂર્ણ પણ સત્ય છે.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાંથી બીજેપી સાંસદ અને દિવંગત કોંગ્રેસ નેતા સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધીએ સનસનીખેજ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે, વંશવાદના કારણે રાજકારણમાં સામાન્ય માણસ માટે હંમેશા માટે દરવાજા બંધ થઇ રહ્યાં છે. બેગ્લુંરુમાં વરુણ ગાંધીએ કહ્યું કે, રાજકારણ સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વંશવાદના કારણે હવે સામાન્ય માણસ માટે જગ્યા નથી રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -