હવે સરકારની નજર બેંક લોકરો પર, જાણો બેંકોને મોકલાયો કેવો પરિપત્ર, ક્યાં લોકરો ખેલીને કરાશે તપાસ
નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનુ કહેવુ છે કે, સરકાર ઇચ્છે તો વટહુકમ જારી કરી લોકરોની તપાસને અંજામ આપી શકે છે. જો કે આનાથી લોકોમાં ડરનો માહોલ ઉભો થઇ જશે. આ જ કારણ છે કે તેઓ એ લોકોના લોકરોની તપાસ કરવા ઇચ્છે છે જેમાં નોટબંધી બાદ પોતાના કાળા નાણાને ગેરકાયદેસર રીતે વ્હાઈટ કરવાનું કામ કર્યુ હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે જવેલર્સને ત્યાં કરેલા સર્ચ ઓપરેશનમાં એ પ્રકારના દસ્તાવેજો મળ્યા છે જેમાં એવા લોકોના નામ છે જેમણે નોટબંધી બાદ મોટા પ્રમાણમાં સોનુ લીધુ હતુ. હવે આવા લોકોને નોટીસ મોકલવામાં આવશે. સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે સાથોસાથ લોકરોની પણ તપાસ કરવામાં આવશે.
સરકારે તમામ બેંકો પાસેથી એ બાબતની વિગતો માંગી છે કે, 8 નવેમ્બર પછી કોણે બેંકમાં નવુ લોકર લીધુ છે. આવા લોકોની આવકની સાથે તેના લોકરની પણ તપાસ કરવામાં આવશે. સરકારે જવેલર્સ પાસે નોટબંધી બાદ મોટી સંખ્યામાં સોનુ ખરીદનાર લોકોની યાદી માંગી છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સરકાર કેટલાક લોકોના લોકર ચેક કરવા માંગે છે આ માટેની યાદી બની રહી છે. નક્કી થયેલા નિયમો અનુસાર જો ઇન્કમટેક્ષ કે અન્ય એજન્સીઓએ કાળા નાણા સંબંધિત કોઇને ત્યાં સર્ચ ઓપરેશન કર્યુ હોય તો તે તેના આધારે સર્ચ વોરંટ સાથે એ વ્યકિતના બેંક લોકરને ચેક કરી શકે છે કે પછી જપ્ત કરી શકે છે. આ માટે તેણે બેંકોને સર્ચ વોરંટ બતાવવુ પડશે.
નવી દિલ્હી: સરકારે સોના રાખવાની લીમીટના નિયમોને ફરીથી અસરકારક રીતે લાગુ કરવાનો ઇરાદો વ્યકત કર્યો છે. આની પાછળ કારણ એ છે કે સરકારને નોટબંધી બાદ એવું જાણવા મળ્યું છે કે, લોકોએ પોતાનુ કાળુ નાણા વ્હાઈટ કરવા માટે સોનાની ધૂમ ખરીદી કરી છે. નોટબંધી બાદ આ સીલસીલો ચાલુ રહ્યો છે. આ જ કારણ છે કે, સરકારના નિશાના પર બેન્ક લોકર છે. સરકારને આશંકા છે કે સોનુ ખરીદીને લોકરમાં રાખવામાં આવ્યુ છે. અનેક લોકોના લોકરમાં મોટી સંખ્યામાં સોનુ અને રોકડ પણ છે. જોકે, સરકાર તમામ લોકોના લોકરો ચેક કરવાના મુડમાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -