હવે ભારતીય પાસપોર્ટ અંગ્રેજીની સાથે હિન્દીમાં પણ મળશે, બાળકો વૃદ્ધોના પાસપોર્ટની ફી પર 10% કાપ
તેમણે પાસપોર્ટ વિભાગના અધિકારીઓને ઉદ્દેશીને કહ્યું કે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોથી પાસપોર્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓના પ્રમોશન, કરિયર ગ્રોથને કોઇ માઠી અસર નહીં થાય. તેમનાં હિતોને નુકસાનકર્તા હોય તેવું કોઇ પણ કામ મંત્રાલય કરશે નહીં. જવાબદારી હું લઉં છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતત્કાલ પાસપોર્ટ માટે અરજી કરતી વખતે રેશનકાર્ડ પણ સબમિટ કરી શકાશે. નિર્ણય ખાસ કરીને ગ્રામીણ લોકો માટે ઘણો રાહતરૂપ બની રહેશે કે જેઓ PAN કાર્ડ ધરાવતા હોતા નથી. સુષમાએ કહ્યું કે પાસપોર્ટ કમસે કમ 2 ભાષામાં હોવો જોઇએ. તમામ આરબ દેશોના પાસપોર્ટ અરબીમાં, જર્મનીનો પાસપોર્ટ જર્મનમાં, રશિયાનો પાસપોર્ટ રશિયન ભાષામાં હોય છે તો આપણો પાસપોર્ટ હિન્દીમાં કેમ ન હોઇ શકે. પાસપોર્ટ હિન્દીમાં પણ છાપવાનો નાસિક પ્રિન્ટિંગ પ્રેસને આદેશ કરી દેવાયો છે.
નવી દિલ્હીઃ તમામ ભારતીય પાસપોર્ટ હવે હિન્દી અથવા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં મળશે. ઉપરાંત આઠ વર્ષથી ઓછી ઉંમર તથા 60 વર્ષથી વધારેની ઉંમરના અરજી ધારકોને ફીમાં 10 ટકાની છૂટ મળશે. પાસપોર્ટ એક્ટ, 1967ને 50 વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે શુક્રવારે અત્રે આયોજિત એક કાર્યક્રમમાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે ઘોષણા કરી. તેમણે એમ પણ કહ્યું કે નિર્ણય આવતી કાલથી (શનિવારથી) અમલમાં આવી જશે.
સુષમાએ કહ્યું કે, તત્કાલ પાસપોર્ટ માટે અરજદારો આધારકાર્ડ, PAN કાર્ડ કે રેશનકાર્ડ, મતદાર ઓળખપત્ર (વોટર આઇડી) તેમ પોતાની સામે કોઇ ફોજદારી ફરિયાદ થયેલી હોવાનો સેલ્ફ એટેસ્ટેડ લેટર આપી શકશે. વિદેશમંત્રીએએમ પણ જણાવ્યું કે પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે. પ્રક્રિયા 6 દિવસથી ઓછા ગાળામાં પૂરી કરતા ગુજરાત, દિલ્હી, ચંદીગઢ, આંધ્રપ્રદેશ, તેલંગણા અને ગોવા જેવાં રાજ્યોને અન્ય રાજ્યોએ અનુસરવું જોઇએ.
કેટલાક નવા નિયમો દૂર કરવામાં આવ્યા છે. નવા નિયમ પાસપોર્ટ રુલ 1980ના સ્થાને રહેશે. હવે સાધુ સંતો પાસપોર્ટ ફોર્મમાં પોતાના માતા પિતાની જગ્યાએ ગુરુનું નામ લખી શકશે. જ્યારે છૂટાછેડા વાળા લોકો માટે પોતાની પતિ પત્નીનું નામ લખવું જરૂરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -