‘પકોડા બનાવવા સ્કિલ છે, તેનાથી ત્રણ વર્ષમાં રેસ્ટોરાં અને 5 વર્ષમાં હોટલ ખોલી શકાય’: આનંદીબેન પટેલ
આનંદીબેને મધ્યપ્રદેશના છિંદવાડામાં ગોંડ મહાસભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. જેમાં આસપાસના સેંકડો આદિવાસીઓ હિસ્સો લેવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ દરરોજ પકોડા વેચીને 200 રૂપિયા કમાય તો શું તેને રોજગાર ન ગણી શકાય? તેમના આ નિવેદનની વિપક્ષની સાથે સોશિયલ મીડિયામાં ઘણી આલોચના થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલઃ દેશમાં પકોડા રોજગાર પર ચાલી રહેલી ચર્ચમાં હવે મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ઝંપલાવ્યું છે. તેમનું માનવું છે કે વડાપ્રધાન મોદીના પકોડા નિવેદનને વિપક્ષ તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, પકોડા બનાવવી એક કળા છે, જે એક મોટા બિઝનેસ તરફનું પ્રથમ પગલું હોઇ શકે છે.
આનંદીબેને કહ્યું કે, જો કોઇ દુકાનદાર સારા પકોડા ન બનાવે તો તેની પાસે ગ્રાહકો આવતા નથી. જો તે વ્યક્તિ સારા પકોડા બનવે તો આગામી ત્રણ વર્ષમાં પોતાની રેસ્ટોરાં ખોલી શકે છે અને 5-6 વર્ષમાં હોટલ પણ ખોલી શકે છે. તેથી એમ ન વિચારવું જોઈએ કે આ સારો બિઝનેસ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -