અવિશ્વાસની દરખાસ્તના કારણે નરેન્દ્ર મોદીની સરકાર ક્યા સંજોગોમાં હારીને ઘરભેગી થઈ શકે? જાણો રસપ્રદ વિગત
ભાજપ સિવાયના બધા પક્ષો એક થઈ જઈને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે અને સામે મતદાન વખતે ભાજપના અગિયાર કે વધારે સાંસદો ગેરહાજર રહે તો ભાજપની સરકાર ઘરભેગી થાય. આ પક્ષોમાં શિવસેનાને જેડીયુ જેવા ભાજપના સાથી પક્ષો પણ આવી ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવસેના સતત ભાજપની સામે બોલ્યા કરે છે પણ તેણે અવિશ્વાસની દરખાસ્તમાં રસ બતાવ્યો નથી. ઉધ્ધવ ઠાકરેએ અવિશ્વાસની દરખાસ્તના આ મામલે ટીડીપીના નેતાઓને મળવા માટે પણ ઘસીને ના પાડી દીધેલી. આ વલણ જોતાં શિવસેના ભાજપની પડખે રહેશે તેમાં શંકા નથી. આ સ્થિતીમાં ભાજપની સરકાર પડે એ શક્ય નથી.
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્તથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી. જો કે કાગળ પર એક રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગબડી શકે તેમ છે.
લોકસભામાં અત્યારે કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7 અને તે સિવાય 26 અન્ય પાર્ટીઓના 58 સાંસદ છે. આ સંજોગોમાં તમામ વિપક્ષોના ભેગા મળીને 265 સભ્યો થાય.
સામાન્ય સંજોગોમાં આ બધા ભેગા થાય તો પણ ભાજપને હરાવી શકે તેમ નથી પણ ભાજપના 11 સભ્યો ગેરહાજર રહે તો ભાજપના 264 સભ્યો થાય ને ભાજપની સરકાર ગબડી પડે. આ કાગળ પરનાં સમીકરણોની વાત કરી પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી કેમ કે ભાજપના સાથી પક્ષો વિરોધી છાવણીમાં બેસે એ શક્ય નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -