દેશમાં વધ્યું VIP કલ્ચર! 475થી વધારે VIP, યૂપીએના સમયે 330ની સંખ્યા
કેન્દ્ર અને રાજ્ય સરકારો કોઇ મહાનુભાવને જાનના જોખમના આધારે એક્સથી લઈને ઝેડ પ્લસ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડે છે. બાબા રામદેવ અને આધ્યાત્મિક માતા અમૃતાનંદામયીને ઝેડ સિક્યોરિટી મળી છે. મહંત નૃત્ય ગોપાલ દાસ અને સાંસદ સાક્ષી મહરાજને વાય કેટેગરીની સલામતી અપાઇ છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ વીઆઇપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યાદી ટૂંકમાં જ સમીક્ષા માટે હાથમાં લેવાશે અને તેમાં વીઆઇપીઓની સંખ્યા ઘટાડવામાં આવી શકે છે. એમાં કેટલાક નેતાઓને એનએસજીની સાથે સાથે અર્ધલશ્કરી દળની સલામતી પણ મળી રહી છે. આથી કેટલાકને મળેલું એનએસજી કવર પાછું ખેંચવામાં આવશે.
સિંગલ વીઆઇપી સ્ટેટસ ધરાવતા આવા મહાનુભાવોની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૭૫ લોકો સુધી પહોંચી ગઇ છે. જે અગાઉની યુપીએ સરકારના સર્વાધિક ૩૭૫ના આંકથી કંઇક વધારે છે. આ તમામ મહાનુભાવોને ખાસ સલામતી પણ અપાઇ છે અને તેની પાછળ પ્રજાની પરસેવાની કમાણીના કરોડો ખર્ચાઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની હાલની યાદી મોદીના શાસનમાં પ્રવર્તતા વીઆઇપી કલ્ચરની ચાડી ખાય છે. આ યાદીમાં રાજકીય નેતાઓ, તેમના બાળકો, સાધુ સંતો અને ધાર્મિક નેતાઓનો પણ સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે વીઆઈપી કલ્ચર ખતમ કરવાની મોટી મોટી વાતો થઈ, વિશિષ્ટ લોકોની સુરક્ષા અને તેના પર થનારા ખર્ચનો મુદ્દો પણ ઉઠાવ્યો. હવે એ જ સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિની સમીક્ષા બાદ દેશમાં નેતાઓ અને વીઆઈપીને મળતી સુરક્ષાનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને હવે દેશમાં યૂપીએ સરકારની તુલનામાં વધારે વીઆઈપી મોદી સરકારમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -