કયા મુખ્યમંત્રીના બહેને પદ્મશ્રી પુરસ્કાર લેવાનો ઇનકાર કરી દીધો ? જાણો કેમ
ઉલ્લેખનીય છે કે સરકારે આ વર્ષે 112 પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. જેમાં 4 પદ્મભવિભૂષણ, 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રી સામેલ છે. જેમાં 21 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર છે. જેમાં દિગ્ગજ પત્રકાર કુલદીપ નાયર (મરણોપરાંત), ક્રિકેટર ગૌતમ ગંભીર, કોરિયોગ્રાફર પ્રભુદેવા અને અભિનેતા કાદરખાન (મરણોપરાંત) પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓએ આ સન્માન લેવાનો ઇનકાર કરતા કહ્યું કે પુરસ્કાર લેવાનો આ યોગ્ય સમય નથી. તેઓએ કહ્યું લોકસભા ચૂંટણી નજીક છે અને લોકો આ સન્માનને ચૂંટણી સાથે જોડીને પણ જોશે.
ભુવનેશ્વર: સરકારે શુક્રવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. જેની યાદીમાં લેખક ગીતા મહેતાનું પણ નામ હતું પરંતુ તેઓએ પદ્મશ્રી પુરસ્કાર લેવાનો ઇનકાર કરી દીધો છે. ગીતા મહેતા ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી નવીન પટનાયકના બહેન છે. 76 વર્ષીય લેખક ગીતા મહેતા અમેરિકામાં રહે છે.
ગીતા મહેતા વ્યવસાયે પબ્લિસર છે. તેઓએ અમેરિકના અનેક રાષ્ટ્રપતિ જેમાં બરાક ઓબામા પણ છે જેમના ઉપર બેસ્ટ સેલર પુસ્તક પ્રસિદ્ધ કરી ચુકી છે. ગીતાએ શાનદાર પુસ્તકો લખી છે. તેમની પુસ્તકોમાં કર્મા કોલા(1979), રાજ (1989), સ્નેક્સ એન્ડ લેડર્સ: ગ્લિમ્સ ઓફ મોર્ડન ઇન્ડિયા, અ રિવર સૂત્રા જેવી મુખ્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -