લાભનું પદઃ આપના 20 ધારાસભ્યોને હાઇકોર્ટમાંથી રાહત, હવે ચૂંટણી પંચમાં ફરીથી સુનાવણી થશે
નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના અયોગ્ય 20 ધારાસભ્યોના મામલે રાહત આપી દીધી છે. હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો છે કે આ કેસને ફરીથી સાંભળે. કોર્ટના નિર્ણય બાદ અલકા લાંબાએ કહ્યું કે તે ફરીથી ધારાસભ્ય છે અને તે વિધાનસભાની જ કાર્યવાહીમાં ભાગ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધારાસભ્યની દલીલ હતી કે કથિક લાભના પદને લઇને તેને અયોગ્ય જાહેર કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય ગેરકાયદેસર છે. પંચે તેને તેનો પક્ષ મુકવાનો મોકો નથી આપ્યો, જ્યારે ચૂંટણી પંચની દલીલ હતી કે તેને ધારાસભ્યોને પોતાનો પક્ષ રાખવાનો પર્યાપ્ત સમય આપ્યો હતો.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્રશેખરની બેન્ચે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચ અને ધારાસભ્ય તરફથી ચર્ચા પુરી કર્યા પછી પોતાના નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
24 ફેબ્રુઆરીએ દિલ્હી હાઇકોર્ટની એક પીઠે 20 ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવા સંબંધિત કેન્દ્ર સરકારની અધિસૂચના પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો હતા. 19 ફેબ્રુઆરીએ પંચે રાષ્ટ્રપતિને ધારાસભ્યને અયોગ્ય જાહેરત કરવાની ભલામણ મોકલી હતી, જેના પર રાષ્ટ્રપતિએ પોતાની મહોર લગાવી દીધી હતી.
હાઇકોર્ટના નિર્ણય પહેલા ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યું કે, તેને કોર્ટના નિર્ણય મંજૂર હશે. નિર્ણય આવ્યા પછી પાર્ટી નેક્સ્ટ સ્ટેપ નક્કી કરશે. અમે લોકો રાજનીતિ કરવા નથી આવ્યા. ચૂકાદો આવ્યો પછી તે એકદમ ખુશ જોવા મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -