ચીનની ફરી અવળચંડાઇ, અરૂણાચલમાં 1 કિમી સુધી અંદર ઘૂસ્યા; ભારતીય સેનાએ પાછા વાળ્યા
અરુણાચલ પ્રદેશ સરકારે હજી ચીનની ઘૂસણખોરીની કોઈ માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. આ અંગે સિઆંગના ડીસી ડુલી કામડુકે કહ્યું, 'અધિકારીઓએ ટૂટિંગ સબ ડિવિઝનમાં ચીનીઓની કોઈ ઘૂસણખોરીની માહિતી આપી નથી.' જ્યારે રાજ્યના પ્રભારી મુખ્ય સચિવ મારન્યા એતેએ પણ આવી કોઈ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના કહેવા પ્રમાણે આ ઘટના 28 ડિસેમ્બરે બની હતી. ભારતીય સૈનિકોએ આ ટીમના માર્ગ બનાવવાના યંત્રો પણ જપ્ત કર્યા. તેમાં ખોદકામ કરતી બે મશીનોનો પણ સમાવેશ થાય છે. સરહદ પર સ્થિત જિદો ગામના નિવાસી ન્યોમિન ટેકસેંગ અને ગેલ્લિંગ ગામના પેમા નેયસિરે પણ મશીનો જપ્ત થઈ હોવાની વાત જણાવી છે. સ્થાનિક સૂત્રો મુજબ એલએસી પાસે આ ઉપકરણ હજી સુધી પડ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કોઈ અથડામણ થઈ નથી અને વર્તમાન વ્યવસ્થાના માધ્યમથી જ વિવાદ ઉકલી ગયો છે. આજુબાજુના વિસ્તારોના લોકોનો દાવો છે કે ચીનની ટીમમાં સિવિલ કર્મચારીઓની સાથે કેટલાક વરદીધારી પણ જોડાયેલા હતા.
નવી દિલ્હીઃ ડોકલામ વિવાદનો અંત આવ્યા બાદ ચીને ફરી એકવખત અવળચંડાઈ કરી છે. અરૂણાચલ પ્રદેશના સિયાંગ ક્ષેત્રમાં ટૂટિંગમાં ભારતના સુરક્ષા જવાનોએ જ્યારે ચીની સૈનિકોને કન્સ્ટ્રક્શનનું કામ રોકવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે અમારા વિસ્તારમાં કામ કરી રહ્યા છીએ. ભારતીય સુરક્ષા કર્મીઓ દ્વારા જ્યારે તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓ પરત જતા રહ્યા પરંતુ સાથે લાવેલો ખોદકામનો સામાન, મશીનો રહસ્યમય રીતે ભારતીય વિસ્તારમાં જ છોડીને જતા રહ્યા હતા. ભારતે ચીનને તેમના મશીનો અને સામાન પરત લઇ જવા સંદેશો મોકલ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -