બેંગલુરૂ: કાવેરી નદીના પાણી મુદ્દે હિંસા, 56 બસોને આગચંપી, 1નું મોત, 16 વિસ્તારોમાં કર્ફ્યૂ
1976માં પાણીને લઈને ચારેય રાજ્યો વચ્ચે સમજૂતી થઈ હતી. વિવાદને ઉકેલવા માટે 1986માં એક ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવ્યું હતું. આ પછી પીએમએ કાવેરી નદી પ્રાધિકરણની પણ રચના કરી પણ આ ઝઘડાનો અંત ન આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકમાં હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ સિદ્ધરામૈયાને પત્ર લખીને તમિલભાષી લોકો અને તેમની સંપત્તિની સુરક્ષા કરવા માટે અપીલ કરી છે. કર્ણાટકના ગૃહમંચ્રી જી પરમેશ્વરે કહ્યું કે સરકારને પ્રદર્શન આ હદે હિંસક થશે તેનો વિચાર નહોતો. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 200 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમણે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે.
અહીં આગચંપીના બનાવ એવા સમયે થયા જ્યારે પોલીસે કહ્યું કે તેમણે 15 હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. કર્ણાટકની રિઝર્વ પોલીસ સિટી આર્મ્ડ રિઝર્વ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, ક્વિક રિએક્શન ટીમ , વિષેશ બળ, સીઆઈએસએફ અને આઈટીબીપીના જવાનોનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. કેરળ સરકારે બેંગલુરૂ જતી દરેક બસ રદ કરી છે. માહોલ જોતા ગૃહમંત્રી રાજનાથ સિંહ સીએમ સિદ્ધરામૈયા સાથે વાત કરશે.
15 સપ્ટેમ્બર સુધી કર્ણાટકે રોજ 15 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને આપવા માટે કોર્ટે આદેશ આપ્યો હતો. જે માટે કર્ણાટક તૈયાર નથી. પરિસ્થિતિનો જોતા કોર્ટે ગઈ કાલે ફેરફાર કરી 15ના બદલે 12 હજાર કરવાનો આદેશ આપ્યો હતો. અને તારીખ 20 સપ્ટેમ્બર કરી નાખી છે. આ હિસાબે પહેલા દોઢ લાખ ક્યૂસેકને બદલે 1,80 હજાર ક્યૂસેક પાણી આપવાનું થશે. પણ કર્ણાટકનો ગુસ્સો જોઈને આ ભાગલા આસાનીથી થાય તેમ લાગતું નથી. તમિલનાડુ સરકાર 1924નો હવાલો આપીને આ પાણી માગી રહી છે. તે સમયે અંગ્રેજોનું રાજ હતું. જ્યારે કર્ણાટક સરકાર ઓછા વરસાદનું કારણ બતાવીને પોતાનું પાણી દેવાના પક્ષમાં નથી. કાવેરી નદી તમિલનાડુ અને કર્ણાટક ઉપરાંત કેરળ-પુદુચ્ચેરીમાં પણ વહે છે.
નવી દિલ્લી: કાવેરી નદીના પાણીને લઈને બેંગલુરૂ શહેરના 16 વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સોમવારે એક જ બસ ડિપોમાં 56 ગાડીઓ ફૂંકી દેવામાં આવી હતી. ઘણી જગ્યાઓએ આગચંપી અને હિંસાના બનાવ બન્યા છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગઈ કાલની હિંસા બાદ પરિસ્થિતિ તંગ છે. તમિલનાડુના જે લોકો બેંગલુરુમાં દુકાન ચલાવે છે તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી છે. અને તેમની દુકાનોમાં તોડફોડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -