મહાર રેજિમેન્ટની જીતની ઉજવણીમાં ભડકી હિંસા, આજે મહારાષ્ટ્ર બંધનું એલાન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે અને અફવાઓ પર ધ્યાન ના આપે. સીએમ ફડણવીસે જણાવ્યું કે કોરેગાંવ હિંસાની ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવશે. ઉપરાંત યુવાનોની મોતના મામલે સીઆઇડી તપાસ પણ કરશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે જણાવ્યું કે, મૃતકોની ડેડબૉડી તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગ્રામીણો દ્વારા સળગાવવામાં આવેલી ગાડીઓમાં બસ અને પોલીસ વેન સહિત કેટલાક ફોરવ્હીલ વાહનો સામેલ હતા. કોરેગાંવની પાસે આવેલા સનસવડીમાં સૌથી વધુ નુકશાન થયું છે. સીઆરપીએફની બે ટુકડીઓને શિકરાપુર સ્ટેશનમાં સોમવારે સવારે તહેનાત કરવામાં આવી જેથી ઘટના વધુ વણસે નહીં.
રવિવારે દલિત અને લેફ્ટ સંગઠનના લોકોએ શનિવાર વાડામાં લોકોને સંબોધિત કર્યા હતા. શનિવાર વાડામાં પેશવાઇ શાશન હતું. અહીં તેમને જાતિવાદના મદ્દે લોકોને સંબોધિત કર્યા, ત્યારબાદથી જ સ્થિતિ બેકાબુ થઇ ગઇ હતી. પોલીસે રવિવારે જ મામલો કાબુ કરવા ત્યાં કલમ 144 લગાવી દીધી હતી. સોમવારે ભીમા કોરેગાંવ શોર્ય સ્થળ તરફ જતી વખતે ભગવા ઝંડા લઇને જતાં કેટલાક લોકોના ટોળાએ ગાડીઓ પર હુમલો કર્યો હતો. પૂણેથી લગભગ 30 કિલોમીટર દુર પૂણે-અહમદનગર હાઇવે પર પેરના ફાટાની પાસે વિવાદ થયો.
આ શોર્ય દિવસ એટલા માટે મનાવવામાં આવ્યો હતો, કેમકે 1લી જાન્યુઆરી 1818માં કોરેગાંવ ભીમાની લડાઇમાં પેશવા બાજીરાવ દ્વિતીય પર અંગ્રેજોએ જીત મેળવી હતી. આ શોર્ય દિવસના પ્રસંગે થોડીક સંખ્યામાં દલિતો પણ સામેલ થયા હતા, આ વાતને લઇને કેટલાક ગામોના લોકો અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યૂ હતું.
પૂણેઃ મહારાષ્ટ્રના પૂણેમાં ગામલોકો અને દલિતો વચ્ચે હિંસા ભડકી ઉઠી છે જેમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે. જોતજોતામાં હિંસા વધુ પ્રસરી જેમાં 25થી વધુ ગાડીઓ સળગાવી દેવામા આવી અને 50થી વધુ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવમાં દલિત સંગઠનોએ પેશવા બાજીરાવ દ્વિતીયની સેના પર અંગ્રેજોની જીતનો શોર્ય દિવસ મનાવ્યો હતો જેને લઇને હિંસા ભડકી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -