ત્રિપલ તલાકને SCમાં પડકારનાર ઈશરત જહાં BJPમાં થઈ સામેલ, કહ્યું- સમર્થન કરતા લોકોની કરીશ મદદ
ભાજપમાં સામેલ થયા બાદ ઈશરત જહાંએ કહ્યું કે, ‘મોદીજીએ પીડિતોના હિતને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારો કાયદો બનાવ્યો છે. હું તેનાથી ઘણી ખુશ છે. પાર્ટીની મહિલા વિંગ માટે હું કામ કરીશ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશરતે કહ્યું કે, ત્રિપલ તલાકના મામલે હું ભાજપને સપોર્ટ કરતી રહીશ. ભાજપની મહિલા મોર્ચના પ્રમુખ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, ઈશરત હાલ ફાયનાન્સિયલ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે. અમે કેન્દ્ર સરકારને અપીલ કરીશું કે તેઓ તેમની કોઈ મદદ કરે. લોકેટે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ઈશરતની કોઈજ મદદ નથી કરી. જ્યારે કે તેઓએ એક મોટું આંદોલન ચલાવ્યું છે.
ઈશરત જહાં ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવા લાંબી લડાઈ લડી છે. તે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જનારી મહિલાઓમાંથી એક છે. તેણે શનિવારે કોલકત્તામાં ભાજપ હેડકર્વાટર જઈને પાર્ટીમાં સામેલ થઈ હતી. આ પ્રસંગે ભાજપ મહિલા મોર્ચાના પ્રેસિડન્ટ લોકેટ ચેટર્જી પણ હાજર હતા.
ઈશરત બીજેપીમાં સામેલ થઈ હોવાની જાણકારી પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સાયંતન બસુએ આપી. તેમણે કહ્યું કે, ઈશરત જહાં હાવડામાં શનિવારે અમારા પક્ષ સાથે જોડાઈ છે. ભાજપની સ્ટેટ યુનિટ ઈશરતને થોડાં દિવસોમાં સન્માનિત કરશે.
કોલકાતાઃ ત્રણ તલાક સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારી પૈકીની એક ઈશરત જહાં બાજેપીમાં સામેલ થઈ ગઈ છે. બીજેપીમાં સામેલ થયા બાદ ઈશરતે કહ્યું કે, જે લોકોએ મારું સમર્થન કર્યું છે તેમની સહાય કરીશ. પશ્ચિમ બંગાળના હાવડાની રહેવાસી ઈશરતને તેના પતિએ વર્ષ 2014માં ફોન પર દુબઈથી જ તલાક આપી દીધાં બાદ ત્રિપલ તલાકને ગેરબંધારણીય અને મુસ્લિમ મહિલાઓના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -