નોટબંધીના વિરોધમાં વિપક્ષોએ 28 નવેમ્બરે જાહેર કર્યું ભારત બંધનું એલાન
નવી દિલ્લીઃ મોદી સરકાર દ્ધારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં તમામ વિપક્ષો એક થઇ ગયા છે. શિયાળુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં નોટબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વિપક્ષના હોબાળા બાદ લોકસભાને આખો દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષોએ નોટબંધીના વિરોધમાં 28 નવેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. વિપક્ષો આ દિવસે આક્રોશ દિવસ તરીકે મનાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિપક્ષ દ્ધારા 28 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આજે વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા હતા. તેમણે નોટબંધી પર ચાલી રહેલી ચર્ચાને સાંભળી હતી. કોગ્રેસ, લેફ્ટ, અને સમાજવાદી પાર્ટીએ નોટબંધીની તપાસ માટે જેપીસીની માંગ કરી હતી.
તમામ રાજકીય પક્ષો આ મામલે વડાપ્રધાન મોદી સંસદમાં નિવેદન આપે તેવી માંગણી કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યુ હતું કે, મોદી સંસદમાં આવવાથી કેમ ડરે છે. તેમને કઇ વાતનો ડર છે. તે કોન્સર્ટ અને ટીવીમાં બોલી શકે છે તો સંસદમાં કેમ બોલી શકતા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -