લખનઉઃ મદરેસામાં બંધક બનાવીને રાખવામાં આવેલી 51 છોકરીઓ છોડાવવામાં આવી, મેનેજરની ધરપકડ
છોકરીઓએ મદરેસામાં થઈ રહેલા જુલ્મને જણાવવા માટે ઘણાં લેટર લખ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપી સંચાલક છોકરીઓ સાથે મારઝૂડ કરે છે. તેમની પાસે પગ દબાવડાવે છે અને જો તેમનો વિરોધ કરવામાં આવે તો તેમની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. ઘણી વાર છોકરીઓ સાથે છેડતી અને અશ્લીલ હરકતો પણ કરવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાનીના એક મદરેસમાં બંધક બનાવીને રાખવામાં આવેલી 51 છોકરીઓનો યુપી પોલીસે મુક્ત કરાવી છે. ઉપરાંત મદરેસાના મેનેજર મોહમ્મદ તૈયબ જિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. મુક્ત કરાવવામાં આવેલી છોકરીઓનો આરોપ છે કે સંચાલક તેમની સાથે અશ્લિલ હરકતો કરવામાં આવતી હતી. સંચાલક તેમની પાસે પગ દબાવડાવતો અને જાનવરો જેવું વર્તન કરતો હતો.
લખનઉના એસએસપી દીપક કુમારના જણાવ્યા પ્રમાણે, શુક્રવાર સાંજે અમુક વૃદ્ધ લોકોએ ઓફિસ આવીને જણાવ્યું કે, સાદતગંજ વિસ્તારમાં જામિયા ખદીજતુલ કુબરા લીલબનાત નામથી એક મદરેસા ચાલી રહ્યું છે. ત્યાં છોકરીઓ સાથે બહુ ખોટું કામ કરવામાં આવે છે. આ બધુ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. માહિતી મળતાં જ તુરંત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટીમે મદરેસામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અહીંથી 51 છોકરીઓને છોડાવામાં આવી છે. હાલ તમામ છોકરીઓને નારી નિકેતનમાં રાખવામાં આવી છે. મદરેસામાં કુલ 125 છોકરીઓના નામ નોંધાયેલા મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -