નોટબંધી બાદ અત્યાર સુધીમાં ITએ 1061 દરોડા પાડ્યા, જાણો કેટલું કાળું નાણું ઝડપાયું
ઉપરાંત ઇનકમ ટેક્સ વિભાગે 487 કેસ તપાસ માટે સીબીઆઈ અને ઈડીને સોંપ્યા છે. જે કેસ સીબીઆઈ અને ઈડીને સોંપવામાં આવ્યા છે તે કાળા નાણાંને ધોળા કરવા, આવક કરતાં વધારે સંપત્તિ અને ભ્રષ્ટાચારના છે. 259 કેસ ઈડીને સોંપવામાં આવ્યા છે જ્યારે 228 કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી જાણકારી અનુસાર, ઇનકમ ટેક્સ વિભાગે દેશભરમાં 556 સર્વે, 245 દરોડા અને 260 જપ્તી કરી છે. આ કાર્યવાહી કાળા નાણાં રાખનારાઓને પકડવા માટે કરવામાં આવી હતી.
ટેક્સ વિભાગને એક અધિકારીએ જણાવ્યું કે, 29 ડિસેમ્બર સુધી 4313.79 કરોડ રૂપિયાનું કાળુ નાણું મળ્યું છે. તેમણે કહ્યું કે, આ એ કાળા નાણું છે જે વિભાગે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને શોધ્યું છે. 9 નવેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ઇનકમ ટેક્સ વિભાગે 554.61 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ જપ્ત કરી છે. તેમાં 91.99 કરોડ રૂપિયાના આભૂષણ અને 462.62 કરોડ રૂપિયાની રોકડ સામેલ છે. 462.62 કરોડ રૂપિયામાંથી 106.89 કરોડ રૂપિયાની નવી મોટ મળી છે જ્યારે બાકીના બાકીની જૂની નોટ મળી છે.
નવી દિલ્હીઃ નોટબંધીની જાહેરાત બાદ આવકવેરા વિભાગ દ્વારા એક હજાર કરતાં વધારે સર્ટ ઓપરેશન, સર્વે અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત 5058 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. આ બધી કાર્યવાહી દ્વારા ઇનકમ ટેક્સવિભાગે નોટબંધી બાદથી અત્યાર સુધીમાં ચાર હજાર કરોડ રૂપિયાથી વધારેના કાળા નાણાંનો ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -