2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ PM ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ નહીં જાહેર કરેઃ ચિદમ્બરમ
કોંગ્રેસ લાંબા સમયથી પ્રાદેશિક પક્ષોને એકસાથે લાવવાના પ્રયત્નો કરી રહી છે. જો પ્રાદેશિક પક્ષો એકસાથે હશે તો જ 2019માં કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે સામે આવી શકે છે. કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગે છે પરંતુ આ અંગે પ્રાદેશિક પક્ષોના મત અલગ અલગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે એમ કહ્યું કે, અમે એક ગઠબંધન તૈયાર કરવા માંગીએ છીએ. વડાપ્રધાન પદનો નિર્ણય ચૂંટણી પછી ગઠબંધનના બધા સાથીઓ મળીને કરશે.
નવી દિલ્હીઃ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષો અત્યારથી જ 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને 2019ના ટ્રેલર તરીકે જોવામાં આવી રહી છે. આજે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર નહીં કરે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં ચિદમ્બરમે કહ્યું કે, રાહુલ જ નહીં કોંગ્રેસ અન્ય કોઇપણ વ્યક્તિની દાવેદારી જાહેર નહીં કરે.
ચિદમ્બરમે કહ્યું, અમે ક્યારેય પણ એવું નથી કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માંગે છે. જ્યારે કેટલાક કોંગ્રેસ નેતાઓએ આવી વાત કરી ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિએ આમાં દખલ કરીને તેમને આવી વાતો ન કરવા કહ્યું હતું. અમે બીજેપીને સત્તાથી બહાર કરવા માંગીએ છીએ. અમે પ્રોગ્રેસિવ હોય, વ્યક્તિની આઝાદીનું સન્માન કરે, ટેક્સ ટેરરિઝમને વધારે નહીં, મહિલાઓ અને બાળકોને સુરક્ષા આપે અને ખેડૂતોની સ્થિતિમાં સુધારો કરે તેવી વૈકલ્પિક સરકાર બનાવવા માંગીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -