વિરોધ વચ્ચે 'પદ્માવત' રિલીઝ, મુંબઇમાં કરણી સેનાના 100થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ
મુંબઇમાં ફિલ્મનો વિરોધ કરી રહેલા કરણી સેનાના 100થી વધુ કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશન અને ગોવાના થિએટર્સ માલિકોએ ના દર્શાવવાનો નિર્ણય કર્યો છે. કરણી સેના અને રાજપૂત સંગઠનો દ્વારા દેશભરમાં જુદા જુદા શહેરોમાં હાલ જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ સંજયા લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવત તમામ વિરોધો અને પ્રદર્શનની વચ્ચે આજે દેશભરના થિએટર્સમાં રિલીઝ થઇ રહી છે, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાની સાથે આ ફિલ્મ દેશભરની 7000 સ્ક્રીનો પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધનુ એલાન આપ્યું છે. વિરોધને લઇને ચાર રાજ્યોમાં સ્ક્રીનિંગ નથી થયું.
ઉપરાંત રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાજપૂત મહિલાઓએ જૌહર કરવાની પણ ધમકી આપી દીધી છે. જેમની માંગ છે કે ફિલ્મ કોઇપણ કિંમતે રાજ્યમાં રિલીઝ ના થવી જોઇએ. પ્રદર્શનને લઇને ચિત્તોડગઢ કિલ્લાને પણ બંધ રાખવામાં આવ્યો છે, આવું ઇતિહાસમાં કાલે બીજીવાર બન્યું છે.
વળી, બીજીબાજુ પોલીસ અને તંત્રએ ફિલ્મ રિલીઝને લઇને લોખંડી સુરક્ષાની ગોઠવી દીધી છે. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ અને ફરિદાબાદમાં તંત્રએ હાઇ એલર્ટ પર છે. રાજધાની દિલ્હીમાં થિેએટર્સની બહાર રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ગુરુગ્રામમાં પહેલાથી જ કલમ 144 લગાવી દેવાઇ છે.
પદ્માવતની રિલીઝના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનથી થિએટર્સ માલિકો પણ ડર્યા છે, જેના કારણે કેટલાક થિએટર્સ માલિકોએ ફિલ્મ ના બતાવવાની પહેલાથી જ જાહેરાત કરી દીધી છે.
યુપીના ગાઝિયાબાદમાં પદ્માવતના રિલીઝ વિરુદ્ધ પ્રદર્શનકારીઓએ રૉડવેઝની બસોમાં તોડફોડ કરી, મોડી રાત્રે કડકડ મૉડલ ગામની સામે ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસોમાં આગચંપી અને તોડફોડ કરવાની કોશિશ કરવામાં આવી. પોલીસે 8 લોકોની ધરપકડ કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -