વિરોધ છતાં 10 લાખ લોકોએ પહેલા દિવસે જોઇ પદ્માવત, ચાર રાજ્યો સ્ક્રીનિંગથી રહ્યાં અળગા
મલ્ટીપ્લેક્સ એસોશિએશન પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યું હતું કે રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવામાં આ ફિલ્મ રિલીઝ નહીં કરવામાં આવે. કરણી સેના અને અન્ય કેટલાક સંગઠનો આનો વિરોધ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહાર, યુપી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફિલ્મના વિરોધ દરમિયાન હિંસા પણ થઇ. કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધુ હતું કે લૉ એન્ડ ઓર્ડરની જવાબદારી રાજ્ય સરકારોની છે. સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને 25 જાન્યુઆરીએ જ રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
ફિલ્મને લોખંડી સુરક્ષા વચ્ચે રિલીઝ કરવામાં આવી, લગભગ 10 લાખ લોકોએ ચાર હજાર સ્ક્રીન્સ પર આ ફિલ્મ જોઇ. ગુડગાંવમાં બુધવારે એક સ્કૂલ પર પથ્થરમારાની ઘટના બાદ સરકાર પણ એલર્ટ થઇ ગઇ હતી.
હિંસાની ધમકીઓ છતાં જે લોકોએ થિએટરમાં જઇને ફિલ્મ જોઇ, તે લોકોનું કહેવું કે ફિલ્માં કંઇજ આપત્તિજનક નથી.
નવી દિલ્હીઃ રાજપૂત સંગઠોનના વિરોધ વચ્ચે ફિલ્મ પદ્માવત ગુરુવારે 4000 સ્ક્રીન પર રિલીઝ થઇ. ન્યૂઝ એજન્સી અનુસાર, લગભગ 10 લોકોએ પહેલા જ દિવસે આ ફિલ્મ જોઇ. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ ફિલ્મ થિએટર્સમાં ના બતાવવામાં આવી. સિનેમાઘર માલિકોએ મલ્ટીપ્લેક્સ એસોશિએસન ઓફ ઇન્ડિયાએ આ રાજ્યોમાં ફિલ્મ ના બતાવવા જાહેર કરી હતી. આ દરમિયાન ગુંડગાંવ અને નોઇડાની સ્કૂલો બંધ રહી. યુપીના સંગઠને ફિલ્મના પ્રૉડ્યૂસર-ડાયરેક્ટર સંજય લીલા ભંસાળી પર ઇનામની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -