NSG ની વેબસાઈટ હેક, PM મોદી વિરુદ્ધ કરવામાં આવી આપત્તિજનક ટિપ્પણી
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘બ્લેક કેટ’ કમાંડો સાથે જોડાયેલી વેબસાઈટને અહીં એનએસજી કાર્યાલયથી સંચાલન કરવામાં આવે છે અને તેના પરથી સત્તાવાર માહિતી આપવામાં આવે છે. આ મામલાને નેશનલ ઈન્ફૉર્મેટિક્સ સેંટરના નોટિસમાં લાવવામાં આવ્યા છે અને ઉપચારાત્મ કાર્યવાહી પ્રક્રિયામાં છે. પ્રતિષ્ઠિત કમાંડો બળની સ્થાપના 1984માં કરવામાં આવી હતી.
હેકરોએ પોતાની ઓળખ ‘અલોન ઈંજેક્ટર’ ના રૂપમાં બતાવી હતી અને વેબસાઈટના હોમપેજ પર આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે હેકિંગનો પ્રયાસ પાકિસ્તાન સાથે જોડાયેલા હેકરોંએ કર્યો હોવો જઈએ. જો કે આ મુદ્દે હજી સુધી યોગ્ય પુરાવો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવી દિલ્લી: પાકિસ્તાન સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોએ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટને આજે હેક કરી લીધી હતી અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વિરુદ્ધ અપશબ્દ અને ભારત વિરોધી સામગ્રી અપલોડ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે હેકિંગનો પ્રયાસ આજે જોવા મળ્યો હતો અને યૂઆરએલ- WWW.NSG.GOV આ વેબસાઈટને પોતાના કાર્યાલયથી આતંકવાદ જૂથે તરંત બ્લોક કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -