પાકિસ્તાનની ભારતને ધમકી, કહ્યું- 'સરહદ પર જે લોહી વહી ચૂક્યુ છે અને વહી રહ્યું છે, તે બધાનો હિસાબ લઇશું'
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલાજ કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંઘ સિદ્ધૂએ બાઝવાને ગળે લગાવ્યો હતો. સિદ્ધૂ ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન ગયો હતો. તે ઘટનાની પણ લોકો ખુબ નિંદા કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, બાઝવા તે પાકિસ્તાની આર્મીનો ચીફ છે જ્યાં ઇમરાનની નવી સરકાર બની છે. એકબાજુ ઇમરાન ખાન ભારત સાથે શાંતિની વાત કરે છે તો બીજીબાજુ તેના સેના પ્રમુખ ઝેર ઓકી રહ્યાં છે.
પાકિસ્તાનના રક્ષા દિવસ પર પાકિસ્તાની સેનાના આર્મી ચીફ બાઝવાએ ભારત સામે ઝેર ઓક્યું છે. તેને પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત સૈન્ય હેડક્વાર્ટરમાં 6 ડિસેમ્બરે આયોજિત ડિફેન્સ ડે સેરેમની (રક્ષા દિવસ કાર્યક્રમ)માં પાક જવાનોને કહ્યું કે, સરહદ પર જે લોહી વહી ચૂક્યુ છે અને જે વહી રહ્યું છે, બધાનો હિસાબ લઇશું, લોહીનું એકપણ ટીપુ બરબાદ નહીં જાય.
ઇસ્લામાબાદઃ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાને ફરી એકવાર પોતાની કાયરતા દર્શાવી છે. પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાઝવાએ ભારતને ધમકી આપી છે, તેને કહ્યું કે, બોર્ડર પર જે લોહી વહી ચૂક્યુ છે અને જે વહી રહ્યું છે તેનો ગણીગણીને હિસાબ લઇશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -