પાકિસ્તાન ધમકી આપી, કહ્યું જો ભારત પરમાણું હુમલો કરે તો અમે પણ જોરદાર જવાબ આપીશું
આસિફના નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું પણ નિવેદન આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભારતના આર્મી ચીફે અમને એટમી હુમલાની ધમકી આપી છે. પાકિસ્તાનને હલ્કામાં લેવાની ભૂલ ન કરે ભારત, અમે અમારી સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખ્વાજા આસિફે એક ટ્વિટમાં કહ્યું કે, ભારતના આર્મી ચીફનું નિવેદન ઘણું જ બેજવાબદાર છે. આ પ્રકારનું નિવેદન તેઓને આ પોસ્ટ પર શોભનિય નથી. ભારત પરમાણુ હુમલા અંગે વિચારી રહ્યું છે અને તે અંગેનું આમંત્રણ આપી રહ્યાં છે. જો તેઓ આ અંગે વિચારી રહ્યાં છે તો તેના માટે તૈયાર છીએ.
આસિફ બાદ પાકિસ્તાન આર્મી ચીફનું પણ નિવેદન આવ્યું. તેમને પણ ધમકી આપવાનો જ અંદાજ અપનાવ્યો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઇન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, જો પાકિસ્તાન એટમી એટેક વિશે વિચારે તો પણ તેનો મજબૂત જવાબ આપવાની અમારી પુરેપુરી તૈયારી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાને એકવાર ફરી ભારતને પરમાણું હુમલાની ધમકી આપી છે, પાકિસ્તાનના ફૉરેન મિનિસ્ટર ખ્વાઝા આસિફે આ ધમકી આપી છે. જોકે તેમને બહાનુ ઇન્ડિયન આર્મી ચીફના નિવેદનનું લીધું છે. આસિફે કહ્યું કે, ભારત અમને પરમાણું હુમલાની ધમકી આપી રહ્યું છે, જો આમ થશે તો તેમની ગેરસમજ દુર કરી દેશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -