પાકિસ્તાને કુલભૂષણનો નવો વીડિયો કર્યો જાહેર, માતા-પત્ની દબાણમાં હોવાનું જાધવ પાસે બોલાવ્યું
આ ઉપરાંત પાકિસ્તાને કુલભૂષણ સાથે તેની માતા અને પત્ની મુલાકાત થાય તે પહેલા બંનેના કપડાં બદલાવી દીધા હતા. ઉપરાંત મંગળસૂત્ર, બંગડી પણ ઉતરાવી દીધી હતી. આ ઉપરાંત તેમના શૂઝ પણ જપ્ત કરી લીધા હતા, પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે તેમના શૂઝમાં કોઈ ચિપ લાગેલી છે. જેની તપાસ હાલ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 ડિસેમ્બરે કુલભૂષણ જાધવની તેની માતા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત થઈ હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં થયેલી વાતચીતમાં વચ્ચે એક કાચની દીવાલ હતી. પાકિસ્તાનના આવા વર્તનનો ભારતે ઘણો વિરોધ કર્યો હતો.
વીડિયોમાં કુલભૂષણ વધુમાં કહે છે કે, મેં મારી માતા અને પત્નીની આંખોમાં ડર જોયો. તેઓ બંને કોઈ દબાણમાં હોય તેમ મને લાગતું હતું. જે ભારતીય રાજદૂત તેમની સાથે આવ્યો હતો તે બંને પર ગુસ્સો કરતો હતો. કુલભૂષણ વીડિયોમાં વારંવાર પાકિસ્તાન સરકારનો આભાર માનતો જોવા મળે છે.
“મારી માતા મને જોઈ ઘણી ખુશ હતી. આ માટે હું પાકિસ્તાની સરકારનો આભાર માનવા ઈચ્છું છું. મેં મારી માતાને કહ્યું કે, અહીંયા મને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી, કોઇએ મને સ્પર્શ પણ કર્યો નથી” તેમ પાકિસ્તાને જાહેર કરેલા નવા વીડિયોમાં કુલભૂષણ કહેતો સાંભળવા મળે છે.
લાહોરઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભષણ જાધવનો વધુ એક વીડિયો પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલભૂષણ તેને અહીંયા કોઇપણ પ્રકારનો ખતરો ન હોવાનું કહેતા જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -