પાકિસ્તાન ફાયરિંગમાં શહીદ થયા કેપ્ટન કપિલ કૂંડુ, 5 દિવસ પછી જ હતો બર્થ-ડે, જાણો વિગત
જાણકારી મુજબ પાકિસ્તાની સેના તરફથી નાના હથિયારો, ઓટોમેટિક હથિયારો અને મોર્ટારથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેના તરફથી નાગરિકોવાળા વિસ્તારને નિશાન બનાવી ગોળીબારી કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહીદ કેપ્ટન કપિલની માતાએ એબીપી ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે કપિલની અંદર દેશભક્તિ ભરી હતી. એનડીએમાં ટ્રેનિંગ દરમિયાન પણ તેનું જોશ અને દેશ પ્રેમનો વ્યવહારથી દરેક લોકો પરિચિત હતાં. નાનપણથી જ તે દેશની સેવા કરવા માંગતો હતો.
પાકિસ્તાન સેના તરફથી પુંછ સેક્ટરના શાહપુર અને ભિંબર ગલીમાં રવિવારે સવારથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ત્રણ જવાનો શહીદ અને બે જવાન ઘાયલ થવાની સાથે બે બાળકો પણ ગોળીબારીના નિશાન બની ઘાયલ થયા છે. તેના જવાબમાં ભારતીય સૈનિકોએ પણ ગોળીબાર કર્યો છે.
કેપ્ટન કૂંડુની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહિએ’.
સેનાની 15 જેકલાઈન યુનિટના કેપ્ટન કપિલ કૂંડુ જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં તૈનાત હતાં. તેમણે પટોદી જિલ્લાની ડિવાઈન ડેલ ઈન્ટરનેશનલ સ્કુલમાંથી અભ્યાસ કર્યો હતો. વર્ષ 2012માં કપિલના એનડીએમાં સિલેક્શન થયું હતું જ્યાં તેમની ભારતીય સેના માટે પસંદગી થઈ હતી.
શહીદ કેપ્ટન કપિલ કૂંડુ હરિયાણામાં ગુરુગ્રામના પટોદી વિસ્તારના રહેવાસી છે. કપિલ કૂંડુ થોડા દિવસ પહેલા જ ગામ રણસિકા ગયા હતાં. જ્યાં ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કેપ્ટન કપિલ પોતાના માતા-પિતાના એકનો એક પુત્ર હતો. લગભગ છ મહિના પહેલા જ કપિલના પિતા પણ શહીદ થયા હતાં. કપિલને બે બહેનો પણ છે.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં શહીદ થયેલ કેપ્ટન કપિલ કૂંડુનો પાંચ દિવસ બાદ એટલે 10 ફેબ્રુઆરીએ 23મો જન્મદિવસ ઉજવવાના હતા. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલ ફાયરિંગમાં કેપ્ટન કૂંડુ સહિત ચાર જવાનો શહીદ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -