હમ નહીં સુધરેંગે: પાકિસ્તાને છાપવા માંડી 2000ની નકલી નોટો, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો?
સુત્રો જણાવે છે કે, નરી આંખે નકલી નોટોને પકડવી મુશ્કેલ છે. 500ની નકલી નોટ પણ નાની સંખ્યામાં ભારતમાં ઘુસાડવામાં આવી છે. નકલી નોટોના કરતુતથી ભારતીય સત્તાવાળાઓ ચિંતામાં મુકાઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગળની તરફથી ટ્રાન્સપરન્ટ એરીયા, વોટર માર્ક, અશોક સ્તંભ, ડાબી તરફ લખેલ રૂ.2000નો શબ્દ, આરબીઆઇના ગવર્નરની સહી સાથે લખેલુ વચન અને દેવનાગરીમાં લખેલી નોટની કિંમત આપવામાં આવી છે તો પાછળની તરફ ચંદ્રયાન, સ્વચ્છ ભારત લોગો અને નોટની પ્રિન્ટ થયાનુ વર્ષ અપાયુ છે. જો કે જપ્ત કરવામાં આવેલ નોટનો કાગળ અને પ્રિન્ટની કવોલીટી એટલી સારી નથી.
પુછપરછનો હવાલો આપતા સુત્રોએ કહ્યુ હતુ કે, તસ્કરોએ દરેક 2000ની નોટની બદલે 400 થી 600 રૂ. માંગ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તપાસ કરાતા જણાયુ છે કે અસલી 2000ની નોટના 17માંથી લગભગ 11 સિકયુરીટી ફિચર્સની નકલ કરવામાં આવી હતી.
8મી ફેબ્રુઆરીના રોજ મુર્સીદાબાદ જિલ્લાથી પોલીસે અજીજુર રહેમાન નામના તસ્કરની ધરપકડ કરી હતી. તેની પાસેથી 2000 રૂ.ની 40 નકલી નોટ મળી આવી હતી. પુછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે, આ નોટ કથિત રીતે આઇએસઆઇની સહાયતાથી પાકિસ્તાનમાં છાપવામાં આવી હતી અને તેની દાણચોરી બાંગ્લાદેશની સરહદેથી કરવામાં આવી હતી.
નવી દિલ્હી: દેશમાં 1000 તથા 500 રૂ.ની જુની નોટ બંધ કરતી વેળાએ અને નવી નોટ જારી કરતી વખતે સરકારે એવુ જણાવ્યુ હતુ કે, આવુ નકલી નોટ, ત્રાસવાદ અને કાળા નાણા ઉપર લગામ લગાવવા માટે કરવામાં આવી રહ્યુ છે. નોટબંધીને હજુ બે મહિના જ થયા છે અને પાડોશી દેશ પાકિસ્તાને 2000 રૂ.ની નકલી નોટ બનાવવાનું શરૂ કરી દીધુ છે.
બોર્ડર સિકયુરીટી ફોર્સ અને એનઆઇએ દ્વારા હાલમાં જ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ભારત-બાંગ્લાદેશ સરહદ થકી આ 2000ની નકલી નોટો ભારતમાં મોકલવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -