ISIએ ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને ફસાવવા બિછાવી હનીટ્રેપની જાળ, કાવતરું નિષ્ફળ
એક અંગ્રેજી ન્યૂઝપેપર અનુસાર, ત્રણેય અધિકારીઓને તરતજ ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા હતા, અને ત્રણેયની પુછપરછ કરવામાં આવી રહી છે. ઇન્ટેલિજન્સ સુત્રો અનુસાર અત્યારે સીનિયર્સ ઓફિસર્સને એમ જ લાગી રહ્યું છે કે આ ત્રણેય સાચુ બોલી રહ્યાં છે અને પાકિસ્તાન આમની પાસેથી કોઇ માહિતી મેળવવામાં સફળ થયું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની બીજી એક નાપાક કોશિશ નિષ્ફળ થઇ ગઇ છે. આ વખતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ઇસ્લામાબાદમાં રહેલા ભારતીય ઉચ્ચ આયોગના ત્રણ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવીને સિક્રેટ ઇન્ફોર્મેશન મેળવવાની કોશિશ કરી, પણ સમયે જ બધી ખબર પડી જતા, તેમને બધી વાત પોતાના સીનિયર્સને કહી દીધી હતી. જેથી કાવતરું નિષ્ફળ થઇ ગયું હતું.
ગુપ્ત માહિતી મેળવવા માટે હની ટ્રેપનો યૂઝ કરવાની કોશિશ નવી નથી. પહેલા પણ આ રીતેના પ્રયાસો થઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, 2010માં પણ આવું જ કંઇક થયું હતું, ત્યારે હાઇ કમિશનના પ્રેસ ડિવીઝનમાં કામ કરનારી માધુરી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી, તેને કથિત રીતે આઇએસઆઇના એક અધિકારીને સિક્રેટ ડૉક્યૂમેન્ટ સોંપી દીધા હતા.
હવે આ ત્રણેય અધિકારીઓને પાકિસ્તાનમાં કામ કરવા માટે નહીં મોકલવામાં આવે. આ મામલે સાથે જોડાયેલા એક સુત્રએ અંગ્રેજી ન્યૂઝ પેપરને જણાવ્યું કે, 'ભારતીય અધિકારી પાકિસ્તાનમાં ભાષા વિભાગમાં કામ કરતાં હતાં અને તેમનું કામ ભારતમાંથી આવનારા મહત્વપૂર્ણ દસ્તવેજોનું ટ્રાન્સલેશન કરવાનું હતું.''
સમાચાર અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ભારતીય અધિકારીઓ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ મેળવવા માંગતું હતું, પણ તે નિષ્ફળ રહ્યું. અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવામાં હુસ્નનો ઉપયોગ કરવાની કોશિશ કરાઇ પણ આ ત્રણેય અધિકારીઓને અગાઉથી જ સંકેત મળ્યા અને તેમને ભારતીય અધિકારીઓને આ વિશે જાણ કરી, પછી ત્રણેયને તરતજ દિલ્હી બોલાવી લેવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -