રીઝર્વ બેંકનો નવો ફતવો, હવે 50,000 કરતાં વધારે જમા કરાવ્યા તો પણ આવી બનશે, જાણો શું છે આદેશ ?
રીઝર્વ બેંકે એવું પણ કહ્યું છે કે એક દિવસમાં 50 હજાર ઉપરાંત 50 દિવસના ગાળામાં 2.50 લાખ રૂપિયા જમા કરાવનાર વ્યક્તિની પણ ઈન્કમટેક્સ તપાસ કરશે. આમ, મધ્યમ વર્ગનાં લોકો માટે આ નિયમ નવી આફત લાવે તેવાં એંધાણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યમ વર્ગનાં ઘણાં લોકોએ બેંકોમાં એક સાથે 50,000 રૂપિયાની આસપાસ રકમ જમા કરાવી છે. રીઝર્વ બેંકના આ નવા ફતવાના કારણે એ લોકો પર પણ ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ ત્રાટકે ને તેમની કનડગત કરે તેવી શક્યતા નકારાતી નથી.
કેન્દ્ર સરકારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ સેવિંગ્સ બેંક ખાતામાં 2.50 લાખ રૂપિયા કરતાં વધારે જમા કરાવાશે તો ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ તપાસ કરશે પણ રીઝર્વ બેંકના નવા ફતવાના કારણે હવે લોકો માટે નવી આફત આવી છે.
રીઝર્વ બેંકે તમામ બેંકો, પોસ્ટ ઓફિસો તથા સહકારી બેંકોને આદેશ આપ્યો છે કે તેમણે એક દિવસમાં 50,000 કે વધારે રકમ એક ખાતામાં જમા થાય તો તેની જાણ તરત ટેક્સ ડીપાર્ટમેન્ટને કરવાની રહેશે તથા તેનો રીપોર્ચ મોકલવાનો રહેશે.
રીઝર્વ બેંકે એવું પણ કહ્યું છે કે પોતાના ખાતામાં 50,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા કરાવનારે આ રકમ અંગે સ્પષ્ટતા પણ કરવી પડશે. બેંક ખાતામાં 50,000 રૂપિયા કરતાં વધારે રકમ જમા કરાવવા માટે પાન કાર્ડ આપવું પણ ફરજીયાત છે.
રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા કરાવવા માટે 50 દિવસનો જે સમય અપાયો છે એ દરમિયાન 50,000 રૂપિયા કરતાં વધારેની રકમ જમા કરાવનારા લોકો પર પણ ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ ત્રાટકશે.
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરી નાંખી તેના કારણે લોકો જૂની નોટો બેંકોમાં રદ કરાવવા દોડાદોડી કરી રહ્યા છે ત્યારે રીઝર્વ બેંકે કરેલી એક જાહેરાત તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -