પંચકૂલા હિંસા મામલે હનીપ્રીત સહિત અન્ય આરોપીઓ સામે નક્કી ન થયા આરોપ, 19 જાન્યુઆરીએ થશે સુનાવણી
હનીપ્રીતનું સાચુ નામ પ્રિયંકા તનેજા છે. હરિયાણાની ફતેહબાદમાં રહેતી પ્રિયંકા તનેજા ઉર્ફે હનીપ્રીત અને વિશ્વાસ ગુપ્તાના લગ્ન ડેરા પ્રમુખ રામ રહીમે કરાવ્યા હતા. બંનેના લગ્ન બહુ દિવસ નહતા ચાલ્યા અને થોડા સમય પછી હનીપ્રીતે રામ રહીમને ફરિયાદ કરી હતી કે તેના સાસરા વાળા તેને દહેજ માટે પરેશાન કરી રહ્યા છે. ત્યારપછી 2009માં રામ રહીમે તેને દત્તક લીધી હતી. ગુરમીત રામ રહીમને બે દીકરીઓ અને એક દીકરો છે. તેમના નામ અમનપ્રીત, ચમનપ્રીત અને જસમીત ઈંસા છે. 2011માં વિશ્વાસ ગુપ્તાએ હરિયાણા-પંજાબ કોર્ટમાં રામ રહીમના કબજામાંથી તેની પત્ની હનીપ્રીતને છોડાવાની માગણી કરતો કેસ કર્યો હતો. ગુપ્તાએ રામ રહીમ અને હનીપ્રીતના આડા સંબંધો હોવાની પણ વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1200 પાનાની ચાર્જશીટમાં હનીપ્રીતને મુખ્ય આરોપી બનાવવામાં આવી છે. હનીપ્રીત સામે કલમ 120B એટલેકે ગુનાહિત કાવતરું રચવું, 121 એટલે કે દેશદ્રોહ અને 121A અર્થાત ગુનાહિત ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું રચવું જેવી કલમો અંતર્ગત કેસ નોંધાયો છે.
હનીપ્રીત હાલ અંબાલા જેલમાં બંધ છે. પંચકૂલા દંગાની તપાસ કરી રહેલી હરિયાણા પોલીસે 28 નવેમ્બરે હનીપ્રીત સહિત 15 સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ગત સુનાવણીમાં તમામ આરોપીઓને આની કોપી સોંપવામાં આવી હતી. હનીપ્રીત ગંભીર આરોપ છે. આરોપનામામાં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહિમ અને ડેરાના છ સુરક્ષા કર્મીઓનો પણ ઉલ્લેખ છે. આરોપીઓ સામે આઈપીસીની કલમ 121, 121એ, 216, 145, 150, 151, 152, 153 અને 120બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
હિંસા ફેલાવનારામાં હનીપ્રીત ઉપરાંત આદિત્ય ઇંસા, પવન ઇંસા, સુરેન્દ્ર ધીમાન, દિલાવર ઇંસા, દાન સિંહ, ચમકૌર સિંહ અને ગોવિંદ રામનું નામ સામેલ છે. આ આરોપીઓમાં આદિત્ય ઇંસા અને મહેન્દ્ર ઇંસા હજુ ફરાર છે.
પંચકૂલાઃ પંચકૂલા હિંસા મામલે આરોપી હનીપ્રીત ઇંસાને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હનીપ્રીત પર રામ રહીમને સજા સંભળાવ્યા બાદ 25 ઓગસ્ટના રોજ હરિયાણાના પંચકૂલા સહિત અન્ય સ્થળો પર હિંસા ફેલાવવાનો આરોપ છે. આ કેસમાં આજે આરોપો નક્કી થઈ શક્યા નહોતા. આરોપીઓની જામીન અરજી પર હવે 19 જાન્યુઆરીએ સુનાવણી થશે. જ્યારે આરોપ 21 ફેબ્રુઆરી નક્કી કરાશે.
બચાવ પક્ષના વકીલે હરિયાણા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જે કલમો લગાવવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. મામલાની સુનાવણી સવારે 10 વાગે શરૂ થઈ હતી અને બપોરે 1.30 કલાકની આસપાસ કોર્ટ કાર્યવાહીની આગામી તારીખ જાહેર કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -