Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
તમિલનાડુ: ત્રીજી વાર CM બન્યા પન્નીરસેલવમ, અમ્માના જેલવાસ દરમિયાન પણ લીધી હતી જવાબદારી
ચેન્નઈ : એઆઈડીએમકે અધ્યક્ષ જે. જયલલિતાના નિધન બાદ તેમના ખૂબ નજીક કહેવાતા ઓ. પન્નીરસેલવમ તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે.સોમવારે મધરાતે જયલલિતાના નિધન બાદ રાજ્યપાલે રાત્રે 1.25 કલાકે પન્નીરસેલ્વમ શપથ લેવડાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલની સરકારના ચાર વર્ષ બાકી છે, ત્યારે પન્નીરસેલવમ પર જવાબદારી હશે કે તે પક્ષની એકસૂત્રતા જાળવી રાખે. કેમકે જયલલિતાના નિધન બાદ હવે પક્ષ પોતાની નવી એક ઓળખ બનાવવાનો પ્રયત્ન કરશે. હાલ એમ લાગે છે કે AIADMKના એમજી રામચંદ્રનના જાદુ કે જયલલિતાની લિડરશીપની જગ્યા લઈ શકે તેમ લાગતું નથી. તે બંનેએ તમિલનાડુના લોકો પર લાંબા સમય સુધી પ્રભાવ બનાવી રાખ્યો હતો.
પન્નીરસેલવમે ત્રીજી વાર તમિલનાડુના સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે બીજા 31 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
આ પહેલા પન્નીર સેલવમ બે વાર આ જવાબદારી સ્વીકારી ચૂક્યા છે. 2001-02 અને 2014-2015માં ટૂંકા ગાળા માટે પન્નીરસેલવમ સીએમ બન્યા હતા. જ્યારે જયલલિતા પર 66.65 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ મામલે ચાર વર્ષની કેદની સજા ફટકારાઈ હતી અને જેલમાં જવું પડ્યું હતું, તે સમયે પન્નીર સેલવમે જ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -