હનીપ્રીતે રામ રહીમ પાસે જવા પકડી જીદઃ કારણ જાણીને તમે ચોંકી જશો
બીજી બીજુ પોલીસને હનીપ્રીતના એક મોબાઇલ વિશે કડી મળી ગઇ છે. આ મોબાઇલ હવે કોઇ બીજાની પાસે રખાવવામાં આવ્યો છે. પોલીસને તે વ્યક્તિની જાણકારી છે. તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહનીપ્રીતે કહ્યું, “પાપાજીની કમરમાં દુઃખાવો રહે છે. તેઓ આ દર્દથી હેરાન થતા હશે, એટલે મારું ત્યાં હોવું જરૂરી છે. એક ડોક્ટરે હનીપ્રીતને પૂછ્યું પણ ખરું કે શું તું ડોક્ટર છે કે પછી કોઇ ડિગ્રી લીધી છે, જે બાબાને દર્દ થવા પર ત્યાં જવાની વાત કહી રહી છે.
એક અધિકારીએ નામ ન છાપવાની શરતે દિવ્યભાસ્કરને જણાવ્યું કે હનીપ્રીતે ત્રણ દિવસો દરમિયાન અનેક વાર ડોક્ટરો અને મહિલા પોલીસ અધિકારીઓને કહ્યું કે તેને ડેરા પ્રમુખ પાસે મોકલી દો.
આ દરમિયાન પંચકૂલા પોલીસની ટીમ શનિવારે હનીપ્રીતને લઇને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં ગઇ. ત્રણ જગ્યાઓએ પોલીસે ચેકિંગ કર્યું, પરંતુ ખાલી હાથે જ પાછા ફરવું પડ્યું. રોહતક અને ફતેહાબાદ પાસેની તે જગ્યાઓએ તપાસ કરવામાં આવી જ્યાં તે સિરસાથી ભાગ્યા પછી રોકાઇ હતી.
ભાગતી ફરતી હતી તે દરમિયાન હનીપ્રીતે ઘણીવાર વકીલોની મુલાકાત લીધી હતી. હવે પકડાઇ ગયા પછી તે ગોખેલા જવાબો આપી રહી છે. પોલીસનું માનવું છે કે જ્યારે તેના પકડાઇ જવાની આશંકા હતી, ત્યારે વકીલોએ પહેલેથી જ તેને શીખવાડી રાખ્યું હતું.
હનીપ્રીતે પોતાના વકીલને જણાવ્યું હતું કે પોલીસ તેને ટોર્ચર કરી રહી છે. તેણે કોર્ટમાં હાજરી દરમિયાન પણ આ વાતને દોહરાવી હતી. તેના કારણે પોલીસ ઓફિસરોને સ્પષ્ટીકરણ આપવા પડ્યા હતા. પરંતુ, હવે પોલીસ સાવચેતી રાખીને હનીપ્રીત સાથે સખ્તાઇ નથી કરી રહી.
પંચકૂલા: પોલીસ હનીપ્રીત પાસેથી ન તો કશું બોલાવડાવી શકે છે અને ન તો તેના પર કોઇ સખ્તાઇ કરી શકે છે. હનીપ્રીતે કોર્ટમાં કહ્યું છે કે પોલીસ ટોર્ચર કરી રહી છે. તેણે પોલીસને કહ્યું છે કે તે પોતાના પપ્પા પાસે જવા માંગે છે, કારણકે તેમની કમરમાં દુઃખાવો થતો હશે. રામ રહીમને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી વીસ વર્ષની સજાને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આ સાથે જ બંને પીડિત સાધ્વીઓ તરફથી પણ સજાને વધારીને જનમટીપમાં બદલવા માટેની માંગ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -