ધંધુકાઃ 11 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતા લોકોમાં ફફડાટ, રૂપિયા ઉપાડવા PNBમાં ધસી ગયા
ધંધુકા શહેરમાં વર્ષોથી ચાલી રહેલી પીએનબી બેન્ક વેપારીઓ, ખાતેદારો માટે આશીર્વાદરૂપ નીવડી છે. પરંતુ 11500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ પોતાના રૂપિયા ડૂબી જશે તેવી ચિંતાને કારણે લોકો રૂપિયા ઉપાડવા ધસી ગયા હતા. (તસવીરો પ્રતિકાત્મક છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધંધુકાઃ જ્વેલેરી ડિઝાઇનર નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 11,400 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ખબરો બાદ પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. ધંધુકામાં આવેલી પંજાબ નેશનલ બેન્કની શાખામાં પોતાની રોકડ ઉપાડવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.
મળતી વિગતો અનુસાર, પંજાબ નેશનલ બેન્કના કૌભાંડની વાત બહાર આવ્યા બાદ ધંધુકા શહેરના વેપારીઓ, ખાતેદારો, ડિપોઝીટરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા અને બેન્ક ખુલતાની સાથે જ ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -