કર્ણાટકમાં ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો ક્યાં પેટ્રોલ થયું 82 રૂપિયાને પાર?
રવિવારે 13 મેના રોજ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: રૂ.74.63 અને 82.48 હતો જ્યારે ડીઝલનો ભાવ બંને સ્થાનો પર ક્રમશ: 65.93 અને 70.20 પ્રતિ લીટર હતો. આગામી સમયમાં આ ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર તેની અસર જોવા મળે તેવી સંભાવના છે. જેના કારણે ફરીથી મોંઘવારીમાં વધારો થાય તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત એ છેકે છેલ્લા 14-15 મહિનામાં ક્રૂડ ઓઈલનો ભાવ પહેલી વખત 70 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો કમજોર થઈ રહ્યો છે જેની અસર પણ સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નક્કી કરવાની ફોર્મ્યુલા અપનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ તેલ મોંઘુ થતાં અને કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારને જોતાં સરકારના ઈશારા પર પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારને અટકાવી દેવામાં આવ્યો હતો પરંતુ મતદાન પૂર્ણ થતાં જ ફરી તે ભડકે બળવા લાગ્યું છે. જેના પગલે સરકાર સામે લોકોની નારાજગી વધી છે.
આ તરફ મુંબઈમાં પેટ્રોલ 80ની પાર રૂ.82.65 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 70.43 પ્રતિ લીટરના ભાવે પહોંચ્યું છે. પેટ્રોલના વધી રહેલા ભાવ વધારાને કારણે સરકાર સામે લોકોની નારાજગી વધતી જોવા મળી રહી છે.
નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થતાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા કેટલાંક સમયથી પેટ્રોલ-ડીઝલના સ્થિર ભાવોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ રૂ.74.80 પ્રતિ લીટર અને ડીઝલ રૂ.66.14 પ્રતિ લીટર તો ચેન્નાઇમાં પેટ્રોલ રૂ.77.61 પ્રતિ લીટર જ્યારે ડીઝલ રૂ.69.79 પ્રતિ લીટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -