પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સરકારે કર્યો આ આદેશ, જાણો વિગત
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકો માટે સારા સમાચાર છે. લોકો પરથી બોજ હળવો કરવા સરકારે ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવા કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2008માં ક્રૂડ ઓઇલનો ભાવ 141 ડોલર પ્રતિ બેરલ હતો તેની સરખામણીએ આજે ભાવ 71 ડોલર પ્રતિ બેરલ હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધવાના કારણે મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનુક્રમે 80 રૂપિયા અને 70 રૂપિયા લીટર દીઠ પાર કરી ગયો છે.
સરકારે ઓઈલ કંપનીઓને 1 રૂપિયા પ્રતિ લીટરનો ભાર ઉઠાવવા કહ્યું છે. ઓઈલ કંપનીઓ સરકારના આદેશનો અમલ કરશે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે.
આ સમાચાર બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં 6 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો. એચપીસીએલનો શેર 6.72 ટકા ઘટાડા સાથે 340 રૂપિયા, આઈઓસીનો શેર 6.33 ટકા ઘટાડા સાથે 167 રૂપિયા, બીપીસીએલનો શેર 5.61 ટકા ઘટાડા સાથે 425 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -