રોજ પેટ્રોલના ભાવ વધવાથી મુંબઈવાસીઓનું નીકળ્યું તેલ, પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 71.83 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 67.83 પૈસા પ્રતિ લીટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત વર્ષે જૂન મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નક્કી થાય છે. આ સ્થિતિમાં રોજ પાંચ-દસ પૈસા વધારો લોકોને જલદી ખબર પણ પડતી નથી.
હાલ કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાના પક્ષમાં નથી. મોંઘવારી પર કાબુ મેળવી શકાય તેથી કેન્દ્ર સરકારે વેટ ઘટાડવાની અપીલ કરી છે.
ચંદીગઢમાં પેટ્રોલ 69.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 61.17 પૈસા પ્રતિ લીટર છે.
જયપુરમાં પેટ્રોલ 75.18 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 67.49 પૈસા પ્રતિ લીટર છે.
લખનઉમાં પેટ્રોલ 73.94 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 63.46 પૈસા પ્રતિ લીટર છે.
મુંબઈઃ દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નક્કી થાય છે. છેલ્લા એક મહિનાથી પેટ્રોલના ભાવ રોજ વધી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયો છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયા 10 પૈસા પ્રતિ લીટર પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ 67 રૂપિયા 10 પૈસા પ્રતિ લીટર પહોંચ્યો છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.23 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 63.01 પૈસા પ્રતિ લીટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -