આવતી કાલથી પેટ્રોલપંપવાળા કાર્ડ નહીં સ્વીકારે, જાણો શું છે કારણ
અખિલ કર્ણાટક ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ટ્રેડર્સ એન્ડ બેગ્લોર પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ બી.આર રવિન્દ્રનાથે કહ્યું કે, બેન્કોએ લોકોની માફી માંગવી જોઇએ. બેન્કો દ્ધારા લગાવાયેલો સરચાર્જ ડિલર્સના નફામાં કાપ મુકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેગ્લોરમાં મળેલી પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિયેશનની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અજય બંસલના કહેવા પ્રમાણે, બેન્કોના સરચાર્જ લેવાના નિર્ણયના વિરોધમાં પેટ્રોપ પંપ માલિકો કાર્ડથી પેમેન્ટ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે, તેઓ પેટ્રોલ પંપ માલિકોના આ નિર્ણયથી અજાણ છે. બેન્કો દ્ધારા લેવામાં આવતા નવા ચાર્જ અંગે પણ તેઓ અજાણ છે.
મુંબઈ: કાર્ડ મારફત કરાયેલા દરેક ટ્રાઝેક્શન પર એક ટકા ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ કરવાના બેન્કોના નિર્ણય સામે પેટ્રોલ પંપના માલિકો ભડકી ગયા છે અને આવતી કાલે સોમવારથી સમગ્ર દેશમાં ગ્રાહકો પાસેથી કાર્ડ પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરવાનો પંપના માલિઓએ નિર્ણય લીધો છે.
સરકાર કેશલેસ સોદાઓને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે અને કાર્ડના ઉપયોગ દ્વારા પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવા પર 0.75 ટકા કેશબેક ઓફરની જાહેરાત પણ કરી હતી તેવામાં પેટ્રોલપંપ માલિકોએ કાર્ડ પેમેન્ટ ન સ્વીકારવાનો નિર્ણય લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
આમ, પેટ્રોલ પંપ ખાતે કેશ-ઓન્લી કામગીરી બંધ થશે તો રોકડની તંગીથી પરેશાન ગ્રાહકોની હાડમારી વધી જશે. એટીએમ્સ તથા બેન્કોમાં રોકડનો પ્રવાહ સુધર્યો છે, પરંતુ લોકોની તકલીફ સાવ ઓછી થઈ નથી.
પેટ્રોલિયમ ડીલર્સનું માનવું છે કે 1 ટકો ટ્રાન્ઝેક્શન ફીનો ચાર્જ એમના માર્જિન્સમાં સામેલ થાય છે, જે વોલ્યુમ્સને આધારિત હોય છે. પેટ્રોલ પંપ માલિકોના આ નિર્ણયથી દેશને કેશલેસ બનાવવાના સરકારના નિર્ણયને નુકસાન પહોંચી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -