સગાઇ પહેલા આકાશ-શ્ર્લોકા મહેતાની મહેંદી સેરેમનીની તસવીરો આવી સામે, જુઓ લૂક
પ્રિયંકાએ આકાશ અને શ્ર્લોકાની સાથે મહેંદી સેરેમનીની તસવીરો ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. તેને કેપ્શનમાં લખ્યું, ''અભિનંદન, આકાશ અને શ્ર્લોકા. સુંદર પ્રસંગ હતો, મહેંદી સેરેમની માટે બન્નેને ખુબ ખુબ અભિનંદન, પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી માટે પણ.''
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકાની સાથે આ પાર્ટીમાં તેના કથિત બૉયફ્રેન્ડ નિક જોનસ પણ પહોંચ્યો. બન્ને બુધવારે જ ગોવા ટ્રિપમાંથી પરત મુંબઇ ફર્યા હતા. એક્ટ્રેસની માં પણ આ પાર્ટીમાં સામેલ થઇ હતી.
પ્રિયંકા ચોપડાએ ફેશન ડિઝાઇનર તરુણ તાહિલિયાનીની સ્ટાઇલ કરવામાં આવેલી સાડી પહેરી હતી. તે આ ટ્રેડિશનલ લૂકમાં સ્ટનિંગ લાગી રહી હતી.
ઇશા અંબાણી પોતાના ભાઇ-ભાભીની મહેંદી સેરેમનીમાં આ લૂકમાં જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 24 માર્ચે ગોવામાં તેની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઇ હતી. આ સેરેમનીમાં આકાશ અને શ્ર્લોકાનુ શાનદાર ફોટોશૂટ પણ થયું. રિપોર્ટ્સ અનુસાર, વર્ષના અંતમાં આકાશ-શ્ર્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે.
બન્નેના સગાઇ ફક્શન માટે અંબાણી પરિવાર તરફથી સ્પેશ્યલ ડિજીટલ કાર્ડ દ્વારા મહેમાનોને ઇન્વાઇટ મોકલવામાં આવ્યું હતું. ડિજીટલ કાર્ડમાં શ્ર્લોકા અને આકાશ અંબાણીની તસવીરોની સાથે મહેમાનોને સગાઇની તારીખ અને સમય વિશે સૂચિત કરવામાં આવ્યું હતું.
મહેંદી સેરેમની માટે શ્ર્લોકાએ નેવી બ્લૂ એન્ડ ક્રિમ કલરની ભારે શણગારેલો લેંઘો પહેર્યો હતો. વળી, આકાશે સિમ્પલ વ્હાઇટ કુર્તા. શ્ર્લોકાએ પોતાના લુકને રાઉન્ડ ઇયરિંગ્સ અને પિન્ક લિપ શેડની સાથે કમ્પલિટ કરી, તે બહુજ ખુબસુરત લાગી રહી હતી.
નવી દિલ્હીઃ બુધવારે મુંબઇમાં મુકેશ અંબાણી- નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની શ્ર્લોકા મહેતા સાથે પ્રી-એન્ગેજમેન્ટ મહેન્દી સેરેમની થઇ. બન્નેની મહેંદી સેરેમનીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 30 જૂને આકાશ-શ્ર્લોકાની સગાઇ છે. આ ખાસ પ્રસંગે પ્રિયંકા ચોપડા પોતાના બૉયફ્રેન્ડ નિક જોનસની સાથે અહીં પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -