ત્રિપુરામાં શાનદાર જીત બાદ PM મોદીએ કહ્યું- આ લોકતંત્રની જીત છે, નકારાત્મક રાજનીતિને લોકોએ નકારી
પીએમ મોદીએ કહ્યું ભય અને ભ્રમની વચ્ચે અમારી પાર્ટીએ માઓવાદી વિચારના અત્યાચારો સહન કર્યાં છે, આ લોકતંત્રની તાકાત છે ગરીબ અને અભણ મતદાતાએ ચોટનો જવાબ વોટથી આપ્યો છે. અમારા કાર્યકર્તાઓને ગુમવાની પીડા જેટલી અમને હતી તેટલી ત્રિપુરાના લોકોને પણ હતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે કૉંગ્રેસના કલ્ચરથી દુર રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટી કાર્યકર્તાઓને પીએમ મોદીએ કહ્યું આ યાત્રા ‘નો વન થી વોન’ અને શૂન્યથી શિખર સુધીની છે. સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે તે લાલ રંગનો હોય છે અને ઊગતો સૂર્ય કેસરી રંગનો હોય છે. ગઈકાલે દેશ હોળીના પર્વ પર અલગ રંગોથી રંગાયો હતો, પરંતુ આજે તમામ રંગ કેસરિયો રંગ બની ગયો છે.
પીએમ મોદીએ કહ્યું લોકતંત્રમાં વિજય અને પરાજય સ્વાભાવિક છે, રાજનીતિક દળોએ વિજય પચાવવું જરૂરી છે, જો તમારામાં લોકતંત્ર હોય તો હારને પણ સ્વીકારી શકાય છે. 2014 થી હું સતત જોઈ રહ્યો છું કે લોકતંત્રની દુહાઈ આપનારા હારને સ્વીકાર નથી કરી શકતા. લોકોએ અફવાઓ ફેલાવી, કન્ફ્યુઝન ઊભા કર્યા પરંતુ લોકશાહી દ્વારા તેમને ઉત્તમ જવાબ આપવામાં આવ્યો.
નવી દિલ્લી: ત્રિપુરામાં ભાજપની ઐતિહાસીક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દિલ્લીમાં ભાજપના હેડક્વાર્ટર્સમાં સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબંધન કર્યા. પીએમ મોદીએ ભાષણ શરૂ કર્યું તે સમયે અઝાન ચાલુ હોવાથી ભાષણ અટકાવ્યું હતું. ત્યારબાદ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ જે શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન રાખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -