ફરી એક વખત થશે મોદી-ટ્રમ્પની મુલાકાત, જાણો વિગત
સમિટમાં અંદાજિત 3 હજાર લોકો ભાગ લેશે, તેમાં વિશ્વની ટોપ કંપનીઓના CEOs સામેલ છે. આ સિવાય વર્લ્ડ બેંક અને આઇએમએફના તમામ ઓફિસર આવશે. આ હિસાબે આ સમિટ મહત્વની બની જાય છે. આ સમિટમાં મુકેશ અંબાણી, ચંદા કોચર, ઉદય કોટક, શાહરુખ ખાન, કરણ જોહર સહિત અનેક નેતા પણ સામેલ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા પણ ભારતના પ્રવાસે આવી હતી. ઇવાંકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેની વિશેષ કાળજી રાખી હતી.
1997ની દાવોસ સમિટમાં તે સમયના વડાપ્રધાન એચડી. દેવગૌડા સામેલ થયા હતા. ત્યારબાદ કોઇ ભારતીય વડાપ્રધાન આ એન્યુઅલ સમિટમાં ભાગ લેવા માટે નથી ગયા. આમ 20 વર્ષ બાદ મોદી દાવોસ સમિટમાં સામેલ થનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ ચોથી વખત મુલાકાત થશે. આ પહેલા બંને નેતા પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ, આસિયાન સમિટ અને એસસીસો સમિટમાં મળી ચુક્યા છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ મહિને જ મુલાકાત થઈ શકે છે. દાવોસમાં 23-26 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બંનેની મુલાકાત થશે. અમેરિકા દ્વારા પાકિસ્તાન પર સતત બનાવવામાં આવી રહેલા દબાણ વચ્ચે મોદી-ટ્રમ્પની આ મુલાકાત ઘણી મહત્વની સાબિત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -