PM મોદીએ તમામ મંત્રીઓ પાસે માંગ્યો છેલ્લા ત્રણ મહિનાના પ્રવાસનો હિસાબ : સૂત્ર
નવી દિલ્લી: પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓ પાસે છેલ્લા ત્રણ મહિના દરમિયાન કરેલી યાત્રાઓનો હિસાબ માંગ્યો છે. જેનો ઉદેશ્ય એ માનવામાં આવી રહ્યો છે કે આ મંત્રીઓએ નોટબંધી બાદ અન્ય પહેલ કરવામાં વધારો કર્યો છે કે નહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોએ જણાવ્યું કે તમામ મંત્રીઓને છેલ્લા ત્રણ મહિના દરમિયાન પોતાના શહેરથી બહારની યાત્રાની જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે. જે મંત્રીઓ યાત્રા પર નહોતા ગયા તો તેમણે ઉલ્લેખ કરવો પડશે કે તેઓ દિલ્લીમાં હતા તો શુ તેઓ કાર્યાલય ગયા હતા. આ માહિતી માંગવા પાછળનું ઉદેશ્ય એ જાણવાનું પણ છે કે તેઓ કાર્યાલયના કામ અને ક્ષેત્રની વચ્ચે સંતુલન બનાવી શકે છે કે નહી.
આ મંત્રીઓને સોમવાર સુધીમાં હિસાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને આ કામ માટે મંત્રાલયોની સાથે સમન્વય સ્થાપિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
સુત્રોએ જાણકારી આપતા જણાવ્યું કે માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રીએ હાલમાં જ મંત્રી મંડળની બેઠકમાં આદેશ આપ્યા છે. સુત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જાણવા માંગે છે કે નોટબંધી દરમિયાન મંત્રીઓ લોકો વચ્ચે ગયા હતા કે નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -