મોદીએ મહેબૂબાને આપી જન્મદિવસની શુભેચ્છા, કોમેન્ટ આવી ગિફ્ટમાં આપો એક લીટર પેટ્રોલ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને તેમના બર્થ ડે પર શુભેચ્છા પાઠવી હતી. જે બાદ તેઓ યૂઝર્સના નિશાન પર આવી ગયા છે. અનેક યૂઝર્સે પીએમના અભિનંદન સંદેશ પર વ્યંગ કરતાં કહ્યું કે, સરકાર પહેલાં મોંઘવારી પર ધ્યાન આપે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે પરંતુ સરકાર તેને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય યૂઝર્સે લખ્યુ કે, તમે જેહાદી વિચારધારા ધરાવતાં લોકોને અભિનંદન આપો. અમે 2019 માટે નોટાની તૈયારી કરીએ છીએ.
રાહુલ ત્યાગી નામના યુઝર્સે લખ્યું કે, પેટ્રોલ 80ને પાર થઈ ગયું છે. કુદરતના કરિશ્માની ક્રેડિટ લેનારા મોદીજી હવે તેમના કારનામાની ક્રેડિટ લેવા નહીં આવે.
મોદીએ આજે જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખ અને રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને તેમના જન્મદિવસ પર શુભકામના. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું.
મોદીએ મહેબૂબા મુફ્તીને ટ્વિટ કરીને પાઠવેલી શુભેચ્છાનો સ્ક્રીન શોટ.
પીએમના ટ્વિટ પર એક વ્યક્તિએ ટોણો મારતાં લખ્યું કે, સર તેને એક લીટર પેટ્રોલ ફ્રીમાં આપો. જે તેમના માટે સૌથી સારી ગિફ્ટ હશે તેમ મને લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -