નવી દિલ્લી: PM મોદીએ કર્યું BJPની હેડ ઓફીસનું ઉદ્ઘાટન, આવી હાઈટેક સુવિધાથી સજ્જ છે, જુઓ તસવીરો
નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફીસનું સરનામું હવે બદલાવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિનદયાલ માર્ગ પર સ્થિત પાર્ટીની નવી ઓફીસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર અધ્યક્ષ અમિત શાહ, સુષમા સ્વરાજ, પીયૂષ ગોયલ, લાલકૃષ્ણ અડવાણી સહીત અને મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કાર્યલયનું નિર્માણ સમય સીમામાં થયું છે. આ કામ બજેટની વ્યવસ્થાથી નથી થતું, આ ત્યારે થાય છે જ્યારે સપના હોય અને કામ કરવાનો જુસ્સો હોય ત્યારે સમય પર પૂર્ણ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધુનિક સુવિધાઓથી સજ્જ પાર્ટીની હેડ ઓફીસ બહુમાળી બિલ્ડિંગમા રહેશે, જેમાં ત્રણ બ્લોક હશે. આ બિલ્ડિંગ સાત માળની છે અને તેની આસપાસ બન્ને બિલ્ડિંગ ત્રણ ત્રણ માળની હશે.
આ બિલ્ડિંગના ત્રીજા માળે ભાજપના અધ્યક્ષની ઓફીસ હશે. બીજા માળે પાર્ટીના અન્ય નેતા મહાસચિવ, સચિવ, ઉપાધ્યક્ષોની બેઠક વ્યવસ્થા હશે. મીડિયા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર એક હોલ બનાવાયો છે અને વક્તાઓ માટે પણ અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે.
પાર્ટીની ઓફીસમાં ખાવા પીવા માટે એક મોટી કેન્ટીંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોટી લાઈબ્રેરી અને ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં પ્રવેશ માટે ત્રણ રસ્તા હશે, જેમાં એક ગેટ નેતા અને મીડિયા માટે રહશે. આ ઓફીસ જૂની ઓફીસ કરતા 4.7 કિમી દૂર છે.
બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાજપ અને જનસંઘના મહાપુરુષોની પ્રતિમાં લગાવવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ પ્રવક્તાઓના રૂમ પણ હશે.
ભાજપની હવે નવી ઓફીસ 6, દિનદયાલ ઉપાધ્યાય માર્ગ નવી દિલ્લી રહેશે. ભાજપે 34 વર્ષ બાદ પોતાની ઓફીસ બદલશે. આ નવી ઓફીસને બનતા દોઢ વર્ષનો સમય લાગ્યો છે.
ભાજપની આ નવી ઓફિસ એક ચૂંટણી વોર રૂમ જેવી છે અને વાઈફાઈ સુવિધાથી સજ્જ છે આખી ઓફીસ હાઈટેક બનાવવામા આવી છે. આ ઓફિસ 8000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે. ઓફિસની બિલ્ડિંગમાં એક પાર્ક પણ છે અને બીજી બાજુ રેલવે ક્વાર્ટર છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાજપ અને જનસંઘના મહાપુરુષોની પ્રતિમાં લગાવવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ પ્રવક્તાઓના રૂમ પણ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -