મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ જવા રવાના, 20 વર્ષ બાદ સામેલ થશે ભારતીય વડાપ્રધાન
દાવોસામાં જે જગ્યાએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યાએ ભારે બરફવર્ષા થવાના કારણે રોડ પર બરફના થર જામી ગયા છે. તંત્ર દ્વારા ઇવેન્ટને ધ્યાનમાં રાખી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2018થી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એન્યુઅલ મીટિંગમાં સામેલ થવા દિલ્હી એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મોદી ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ગ્રોથ એન્જિન તરીકે રજૂ કરી શકે છે. પાંચ દિવસ સુધી ચાલનારી વિશ્વ આર્થિક મંચની 48મી બેઠકમાં વેપાર, રાજકારણ, કળા, એજ્યુકેશન સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા 3000થી વધારે લોકો ભાગ લેશે. પીએમ મોદીની સાથે ભારતના સીઈઓનું ડેલિગેશન પણ સામેલ થશે.
ઇન્ડિયામીન્સબિઝનેસ હેશટેગ સાથે કરેલા ટ્વિટમાં મોદીએ લખ્યું છે કે, દાવોસમાં હું આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે ભારતના ભવિષ્યના સંબંધો અંગે મારો વિચાર રજૂ કરીશ. સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ અલેન બેરસેટ તથા સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવેન સાથે દ્વીપક્ષીય બેઠકની પ્રતિક્ષા છે.
પીએમ મોદીની સાથે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, સુરેશ પ્રભુ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, એમ જે અકબર અને જિતેન્દ્ર સિંહ પણ દાવોસ જઈ રહ્યા છે. જ્યારે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાંથી મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજીમ પ્રેમજી, રાહુલ બજાજ, એન ચંદ્ર શેખરન, ચંદા કોચર, ઉદય કોટક અને અજય સિંહ અન્ય લોકો પણ સામેલ થશે.
1997ની દાવોસ સમિટમાં તે સમયના વડાપ્રધાન એચડી. દેવગૌડા સામેલ થયા હતા. ત્યારબાદ કોઇ ભારતીય વડાપ્રધાન આ એન્યુઅલ સમિટમાં ભાગ લેવા માટે નથી ગયા. તેથી 20 વર્ષ બાદ મોદી દાવોસ સમિટમાં ભાગ લેનારા પહેલાં ભારતીય વડાપ્રધાન બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -