કોઈ ઈમર્જન્સી તો નથી કે સરકાર કોઈને જેલમાં નાખે, જે જામીન પર છે તે એન્જોય કરે: PM મોદી
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ભાષણનું ધન્યવાદ એક રીતે દેશના કોટિ-કોટિ લોકોને પણ ધન્યવાદ છે. એક સશક્ત, સમૃદ્ધ રાષ્ટ્રના લોકોનું ધન્યવાદ છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 25 Jun 2019 07:12 PM

બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ભાષણનું ધન્યવાદ એક રીતે દેશના કોટિ-કોટિ લોકોને પણ ધન્યવાદ છે. એક સશક્ત, સમૃદ્ધ રાષ્ટ્રના લોકોનું ધન્યવાદ છે....More
અમને પુછવામાં આવે છે કે તમે કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા તો એનો જવાબ છે કે આ ઈમર્જન્સી નથી કે કોઈને પણ જેલમાં મોકલી દેવામાં આવે, આ ન્યાયપાલિકાનો અધિકાર છે, જે જામીન પર છે તેઓ એન્જોય કરે.