આ રાજ્યમાં ટૂ વ્હીલર ખરીદવા પર મહિલાઓને મળશે સબસિડી, PM મોદી કરશે યોજનાની શરૂઆત
તે ઓરોવિલ પણ જશે અને આ શહેરના ગોલ્ડન જુબલી સમારોહના અવસર પર એક સ્મારકની પોસ્ટલ ટિકિટ જારી કરશે. પ્રધાનમંત્રી પુડુચેરીમાં પણ જનસભા સંબોધશે. બાદમાં પીએમ મોદી સાંજે સુરતમાં રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરાથોનને લીલી ઝંડી બતાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીની પ્રવાસને લઈને એક સરકારી નિવેદન અનુસાર પ્રધાનમંત્રી તમિલનાડુ ઉપરાંત આગામી બે દિવસ દમણ, પુડુચેરી અને ગુજરાતનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી આજે સૌથી પહેલા દમણ જશે જ્યાં અનેક પ્રોજેક્ટની શરૂઆત કરશે. તે અનેક સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપશે અને એક જનસભાને સંબોધિત પણ કરશે. ત્યાર બાદ મોદી તમિલનાડુનો પ્રવાસ કરશે. તે ચેન્નઈમાં ટૂ વ્હીલર યોજનાનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. રવિવારે પ્રધાનમંત્રી પુડુચેરી પહોંચશે. ત્યાં શ્રી અરબિંદો ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.
યોજનાનું નામ પણ ‘અમ્મા ટૂ-વ્હીલર સ્કીમ’ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીની આ યાત્રાથી થોડા દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે આવાતની પુષ્ટિ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટીના બે ભાગને એક કરવામાં પીએમ મોદીની મોટી ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તમિલનાડુની વિતેલી યાત્રા દરમિયાન ડીએમકે પ્રમુખ કરુણાનિથિ સહિત પક્ષના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
ચેન્નઈઃ તમિલનાડુની રાજનીતિમાં બદલાતા સમીકરણોની વચ્ચે આજે પીએમ મોદી એઆઈડીએમકે સરકાર તરફથી શરૂ કરવામાં આવી રહેલ મહિલાઓ માટે ટૂ વ્હીલ ખરીદવા પર 25 હજાર રૂપિયાની સબસિડી આપવાની યોજનાની શરૂઆત કરશે. આ યોજના નોકરીયાત મહિલાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે. આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જે જયલલિતાના જન્મદિવસે કરવામાં આવી રહી છે જેને સૌથી પહેલા વિધાનસભા ચૂંટણીમાં આ યોજના શરૂ કરવાનું વચન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -