નરેન્દ્ર મોદી ગુજરાતની આ સેફ સીટ પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી, જાણો કેમ ચાલી રહી છે આ અટકળો?
મોદી પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી જીત્યા હતા. એ વખતે વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમ બેઠક મોદી માટે ખાલી કરી હતી અને પેટાચૂંટણીમાં મોદી સરળતાથી જીતી ગયા હતા. હવે મોદી 2019ના લોકસભા જંગમાં પણ રાજકોટથી જ ચૂંટણી લડે એવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટને એક પછી એક મળી રહેલી મોટી ભેટ જોતાં હવે એવી ધારણા મૂકાઈ રહી છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સેફ સીટ તરીકે ફરીથી રાજકોટ પર પસંદગી ઉતારે. પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી મોદી રાજકોટથી લડ્યા હતા અને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા હતા.
આ શક્યતા પ્રબળ બની તેનું કારણ મોદી છેલ્લા કેટલાક સમયથી રાજકોટને લહાણી કરી રહ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે રાજકોટને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) આપવાની જાહેરાત કરી છે. એ પહેલાં નવા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરાયો હતો. રાજકોટને ગાંધી મ્યુઝિયમની ભેટ પણ અપાઈ છે.
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે. મોદી હાલમાં વારાણસી લોકસભા બેઠકના સંસદસભ્ય છે. મોદી પોતાની બેઠક બદલે તેવી શક્યતા છે અને રાજકોટમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -