મોદી-શાહે વાજયેપીના ઘરે જઈ 93મા જન્મદિવસની શુભકામના પાઠવી, દેશભરમાં થયા હવન
આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વિજય ગોયલે પણ વાજયેપીના નિવાસ સ્થાને જઈ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ઉત્તરપ્રદેશના કાનપુર, વારાસણી સહિત દેશના અનેક રાજ્યો અને શહેરોમાં વાજપેયીના જન્મદિવસ પર પ્રશંસકો દ્વારા તેમના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીનો 93મો જન્મદિવસ છે. દિલ્હીના ક્રિષ્ના મેનન માર્ગ પર આવેલા નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આજે સવારે મોદીએ ટ્વિટ કરીને વાજપેયીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.
ભારત રત્ન અટલજીનો જન્મ 25 ડિસેમ્બર, 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસના રૂપમાં મનાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -